કોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124
25 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 124 ઉપર પહોંચ્યો, હાલમાં 56 દર્દી સારવાર હેઠળ
રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં પહોંચ્યા બાદ રોજે રોજ 10 પોઝિટીવ કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં આજે પણ એક સાથે સાત મહિલા સહિત 10 નવા કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ દર્દીનો આંકડો 124 પર પહોંચી ગયો છે. જે પૈકી 68 દર્દી સાજા થતાં તેમને હોમઆઈસોલેટમાંથી મુક્તિ આપવામાં આવી છે. અને હાલમાં 56 દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થવા લાગ્યો છે. તા. 19-5થી શરૂ થયેલ કેસ આજે તા. 11-6 સુધીમાં 124 સુધી પહોંચી ગયો છે. હાલમાં 56 દર્દીને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. જે પૈકી એક દર્દી હોસ્પિટલરાઈઝ ઓક્સિજન હેઠળ હોવાનું જાણવા મળેલ છે. અત્યાર સુધી આવેલા કોરોનાના કેસ પૈકી 68 દર્દી સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. આજે વધુ 10 પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હતાં.
જેમાં વોર્ડ નં. 8 અમિન માર્ગ મહિલા ઉ.વ. 63, જાનકી પાર્ક-1 મહિલા ઉ.વ. 68, તથા મહિલા ઉ.વ. 34, ગીતાનગર મહિલા ઉ.વ. 55 અને વોર્ડ નં. 11 શિવ ટાઉનશીપ પુરુષ ઉ.વ. 58 વોર્ડ નં. 10 એવરેસ્ટ પાર્ક મહિલા ઉ.વ. 52 વોર્ડ નં. 7 ધર્મજીવન સોસાયટી પુરુષ ઉ.વ. 80, વોર્ડ નં. 10 જલારામ પ્લોટ પુરુષ ઉ.વ. 45, વોર્ડ નં. 9 કોપર સ્ટોન સોસાયટી મહિલા ઉ.વ. 42 અને વોર્ડ નં. 11 શ્યામાનંદ પાર્ક મહિલા ઉ.વ. 44 સહિત 10 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની તપાસમાં 10 પૈકી 9 દર્દીઓએ કોરોના વેક્સિનનો પુર્ણકોર્સ કરેલ છે. જ્યારે વોર્ડ નં. 7માં ધર્મજીવન સોસાયટીના પુરુષ દર્દીએ કોરોના વેક્સિન ન લીધી હોવાનું જાણવા મળેલ છે.
શહેરમાં આજે સાત મહિલા સહિત 10 નવા કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. જે પૈકી વોર્ડ નં. 8 માં જાનકી પાર્ક-1 માં આવેલ બે મહિલાઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મલેશિયા હોવાનું તેમજ વોર્ડ નં. 9 માં કોપર સ્ટોન સોસાયટીમાં મહિલા દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અને વોર્ડ નં. 8 માં ગીતા નગરમાં નોંધાયેલ મહિલા દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી આદિપૂર હોવાનું જાણવા મળેલ છે. તેવી જ રીતે કોપર સ્ટોન સોસાયટી અને ધર્મજીવન સોસાયટીના પુરુષ તેમજ મહિલા દર્દીને ઓક્સિજન હેઠળ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે બાકીના 8 દર્દીની સ્થિતિ સ્ટ્રેબલ હોવાની આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
ભીડભાડવાળી જગ્યાએ કામ વિના જવાનું ટાળો: આરોગ્યમંત્રીની સલાહ
રાજ્યમાં વધતા કોરોના કેસ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ ભીડવાળી જગ્યાએ કામ વિના જવાનું ટાળવા સૂચન કર્યુ છે. રથયાત્રામાં ઘરેથી દર્શન કરો. અને વૃદ્ધ તેમજ બિમાર લોકોને રથયાત્રામાં ન જવાની અને મોટી સંખ્યામાં એકત્ર થવાનું ટાળો. તેમ કહી આ નવો વેરિયન્ટ છે પણ ઘાતક નથી, નવા વેરિએન્ટમાં મૃત્યુ દર ઓછો છે. પરંતુ જો લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લઇ લો.એકથી વધુ રોગથી પીડાતા હોય તેમણે અચૂક પોતાની સાચવણી રાખવી. ઉમર લાયક લોકોએ ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળવુ જોઇએ. આ ઉપરાંત આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર કોરોના કેસ અંગે સતત મોનિટરિંગ કરી રહી છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. તબીબો પણ દર્દીઓની સારવાર દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ કોરોનાના કેસ 1 હજારને પાર થયા છે. જેમાં એક્ટીવ કેસની સંખ્યા 150થી વધુ છે. કેટલાક દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તો મોટા ભાગના દર્દીઓ હોસ્પિટમાં સારવાર હેઠળ છે. ગુજરાત સરકાર સતત મોનિટરિંગ કરી રહી હોવાનુ પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ.