કોરોનાની ડબલ ડિઝિટમાં એન્ટ્રી, નવા 10 કેસ સાથે સદીને પાર
હાલ 51 દર્દી સારવારમાં, કેસનો આંકડો 105 પર પહોંચ્યો : 54 દર્દી સાજા થતાં રજા અપાઈ
રાજકોટ શહેરમાં આજ સુધી સિંગલ ડિઝિટમાં કોરોનાના કેસ આવી રહ્યા હતાં. જેમાં આજે નવા 10 કેસ સાથે કોરોનાએ ડબલ ડીઝીટમાં એન્ટ્રી મેળવી લીધી છે. આજ સુધીમાં આવેલા કેસનો આંકડો 105 પર પહોંચી ગયો છે. કોરોનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 54 પર પહોંચી છે અને હાલમાં હોમ આઈસેલેટ હેઠળ 51 દર્દી સારવાર લઈ રહ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
શહેરમાં આજે વધુ 10 નવા કોરોનાના પોઝિટિવ કેસ આવતા કેસનો આંકડો 105 પર પહોંચ્યો છે. આજે વોર્ડ નં. 2 માં રૈયા રોડ પુરુષ 79 વર્ષ તથા સ્માર્ટ બજાર પાસે મહિલા ઉ.વ. 35 તથા અંજની સોસાયટીમાં પુરુષ 81 વર્ષ અને છોટુનગર સોસાયટીમાં પુરુષ 49 વર્ષ સહિત 4 કેસ તેમજ વોર્ડ નં. 6 માં ગંગદેવ પાર્ક પુરુષ ઉ.વ. 80, તથા વોર્ડ નં. 3 રેલવેલોકો કોલોની મહિલા ઉ.વ. 30 તથા વોર્ડ નં. 8 રાજલક્ષ્મી સોસાયટી પુરુષ ઉ.વ. 69 અને ક્રિષ્નાપાર્ક પુરુષ ઉ.વ.31 અને આદર્શ સોસાયટી પુરુષ ઉ.વ. 77 તથા વોર્ડ નં. 1 રત્નમ સ્કાય સીટી પુરુષ ઉ.વ. 36 સહિત પુરુષ કુલ નવા 10 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે આવેલા નવા 10 કેસ પૈકી 1 દર્દીને ઓક્સિજન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. તથા તમામ દર્દીની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું તેમજ તમામ દર્દીઓએ કોરોના વેક્સિનનો કોર્સ પુરો કરેલ અને તમામનું લોકલ સંક્રમણના કારણે ચેપ લાગ્યો હોવાનું જણાવ્યું હતું. કોરોનાના કેસમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.