કોરોનામાં સતત પીછેહઠ, આજે પાંચ પોઝિટિવ કેસ
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આજે 13 વર્ષની બાળકી સહિત વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તેથી કેસનો આંકડો 206 પર પહોંચ્યો છે. હાલ 41 દર્દી સારવાર હેઠળ અને 165 દર્દી સાજા થઈ ગયાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાજકોટમાં આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં વોર્ડ નં. 2 સખિયાનગર મહિલા ઉ.વ. 82, વોર્ડ નં. 10 સરદાર નગર મહિલા 52 વર્ષ, વોર્ડ નં. ન્યુ નહેરુ નગર બાળકી ઉ.વ. 13, વોર્ડ નં. 8 નિર્મલા કોન્વેન્ટ રોડ યુવતિ ઉ.વ. 17 અને વોર્ડ નં. 11 સ્પીડવેલ પાર્ટી પ્લોટ પુરુષ ઉ.વ. 68 સહિત પાંચ કેસ નોંધાયેલા આ તમામની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ન હોવાથી લોકલ સંક્રમણના લીધે સંક્રમિત થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. તેમજ તમામ દર્દીને હોમ આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે. અને તેઓની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગે જણાવેલ કે, છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં હવે બાળકોનો પણ સમાવેશ થાય છે. વેક્સિનેશનના ડોઝ ન લીધા હોય તેવા કેસમાં વધારો જોવા મલી રહ્યો છે. છતાં સ્થિતિ કાબુમાં હોવાનું જણાવ્યું હતું.