જલારામ ફરસાણમાં ફરાળી પેટીસમાં મકાઇના લોટની ભેળસેળ ઝડપાઇ
90 કિલો ફરાળી પેટીસનો નાશ કરાયો: પાંચ દુકાનેથી ફરાળના નમૂના લેવાયા
શ્રાવણ માસ નિમિત્તે ફારાળી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજો અંગે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જલારામ ચોક, જય ખોડિયાર હોલ ની બાજુમાં, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ ફરાળી પેટીસનું ઉત્પાદન કરતી ’જલારામ ફરસાણ’ પેઢીની તપાસ કરવામાં આવેલ. પેઢીની તપાસ દરમિયાન સ્થળ પર ફરાળી પેટીસના ઉત્પાદન માટે મકાઇનો લોટ (MAIZE STARCH) ઉપયોગમાં લેતા હોવાનું માલૂમ પડેલ. સ્થળ પર મકાઈનો લોટ વાપરીને અગાઉથી તૈયાર કરેલ પેટીસનો 85 કિ.ગ્રા. જથ્થો વાસી જણાયેલ તથા ફરાળી પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો મકાઇના લોટનો 05 કિ.ગ્રા. જથ્થો મળીને કુલ 90 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને લાયસન્સ બાબતે તેમજ સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
આ ઉપરાંત્ત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ’અન્નપૂર્ણા ફરસાણ’ તથા ’જલીયાણ ફરસાણ’ પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા ’રામાપીર પેટીસ’ ’બાલાજી ફરસાણ’, ’અક્ષર પેટીસ એન્ડ ગાંઠિયા’, ’ઉમિયા ફરસાણ’, ’ચામુંડા ફરસાણ’ પેઢીની તપાસ કરવામાં આવેલ.
શ્રાવણ માસ નિમિતે ફારાળી ખાદ્યચીજો અંગેની ડ્રાઈવ અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજોના ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ફરાળી ખાદ્યચીજોના કુલ 05 નમૂના લેવામાં આવેલ હતા. જેમાં રાજગરા ફરાળી ચેવડો (લુઝ): સ્થળ - શ્રી બાલાજી ફરસાણ માર્ટ, રણછોડનગર સોસાયટી -4, ગોકુળ કોમ્પ્લેક્ષ, સાબુદાણાની ખિચડી (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ - ભેરુનાથ નમકીન સેન્ટર, પેડક રોડ, બાલક હનુમાન પાસ, ફરાળી સ્પ્રીંગ પાસ્તા (લુઝ): સ્થળ - શ્રી રામ કરિયાણા ભંડાર, ગોવિંદબાગ મેઇન રોડ, સ્પે. ફરાળી ચેવડો (લુઝ): સ્થળ - મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, શ્રી સદગુરુ આશ્રમ સામે, કુવાડવા રોડ, ફરાળી લોટ (લુઝ): સ્થળ - રસિકભાઈ ચેવડાવાળા, લીમડા ચોક, પંચનાથ મંદિર સામે વગેરે જગ્યાએથી નમુના લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગની ટીમ દ્વારા એફએસડબલ્યુ વાન સાથે શહેરના રેલ્વે જંકશન સામે જંકશન મેઇન રોડ વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 14 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.