ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મુન્દ્રા પોર્ટથી મામસા આવી રહેલા ટ્રકમાંથી 12 લાખનો કોપર ભંગાર કાઢી લીધો

11:36 AM Jun 05, 2025 IST | Bhumika
Advertisement

ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે ટ્રકચાલક સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

Advertisement

મુન્દ્રા પોર્ટ ખાતેથી કોપર ભંગારનો કાચોમાલ ભરીને મામસા આવી રહેલા ટ્રકમાંથી રૂૂ.12 લાખની કિંમતનો 1530 કિલો કોપર ભંગાર કાઢી લેવામાં આવતા ભાવનગરના ટ્રાન્સપોર્ટના વ્યવસાયીએ ત્રણ શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પાર્થભાઈ અભિષેકભાઇ ત્રિવેદી એ વરતેજ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,પાર્થભાઈની માલીકીના શ્રીનાથ શીપીંગ સર્વિસ ટ્રાન્સપોર્ટના ટ્રક મામસામા આવેલ કોપર મેન્યુફેક્ચરિંગ કંપની ક્યુટેક એલોઇસ પ્રા.લિ. માં કોન્ટ્રાક્ટ પર ચાલતા હોવાથી કંપનીના મેનેજરના કહેવાથી ટ્રક નં. જી.જે.-04-એ ડબલ્યુ 6863 માં ગઈ તા.10 ડિસેમ્બર 2024 ના રોજ મુંદ્રાથી ભંગારનો કાચો માલ ભરેલ ક્ધટેનર કામચલાઉ ડ્રાઈવર રાકેશ રમેશરાય ભાવનગરનાં મામસા ખાતે આવવા માટે રવાના થયો હતો.આ ટ્રક મામસા પહોંચ્યા બાદ ટ્રકનું વજન કરાવવામાં આવતા ટ્રકમાં ભરેલ કોપર ભંગારના વજનમાં 1530 કિલોની ઘટ આવી હતી અને ક્ધટેનરમાં લગાવેલ સીલ સાથે પણ છેડછાડ કરવામાં આવી હોવાનું જણાયું હતું અને ટ્રકના જીપીએસની તપાસ કરતા ટ્રક રસ્તામાં બે સ્થળે રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલે કંપનીના માલિક અભિનવભાઈ ગર્ગે વરતેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોલીસ તપાસ બાદ ગાંધીધામ પાસે આવેલ ગાયત્રી પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મીની પંજાબી ઢાબા, તથા પ્રાગપર રોડ ઉપર આવેલ દિલ્હી દરબાર હોટલ ખાતે નીશાનસીંગ ઉર્ફે ભેંજો પ્રતાપસીગ (રહે.ખાલસા હોટલ, ભચાઉ (કચ્છ), મુળ રહે.વી.પી.ઓ.મુંડા પીંડ, ફતેહાબાદ, તરણ, પંજાબ ) અને રાકેશ રમેશ રાય,દિલીપકુમાર સમજ્ય મહતોએ એક બીજાની મદદગારીથી કેન્ટેનરમાં મારેલ કંપની સીલમાં છેડછાડ કરી કેન્ટેનરમાંથી કોપર ભંગાર કાચો માલ 1530 કિલો ગ્રામ કિંમત રૂૂ.12,00000 કાઢી લઇ વિશ્વાસઘાત કર્યો હોવાનું ફલિત થતા વરતેજ પોલીસે ટ્રકના હંગામી ચાલક રાકેશ રમેશરાય,દિપકકુમાર સમજય મહંતો અને નિશાનસિંગ ઉર્ફે ભેજો પ્રતાપસિંગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsMundra portMundra port NEWS
Advertisement
Advertisement