સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ એ જ આપણી તાકાત: વિશ્ર્વકર્માને વધાવતા સીએમ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે જગદીશ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છા છે . નવ નિયુક્ત અધ્યક્ષનો જોશ અને જુસ્સો સૌએ જોયો છે અને આ જોશ અને જુસ્સો આવોને આવો રહે તેવી શુભેચ્છા છે.કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી રહી છે: જગદીશભાઇ પણ ટેકનોસેવી છે.
તેમણે કહ્યું કે જગદીશ વિશ્વકર્માને સરકાર અને સંગઠનનો અનુભવ છે અને સંગઠન અને સહકારનો યોગ્ય તાલમેલ જરૂૂરી છે. જ્યારે તેઓ અમદાવાદ શહેર પ્રમુખ હતા ત્યારે એએમસીમાં સૌથી સારું પરિણામ આવ્યું હતું. સરકાર અને સંગઠનનો તેમને ખબૂ સારો અનુભવ છે. સારી કામગીરી કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર અને પક્ષ બંને આ અભિયાન હાથ ધર્યુ છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત જરૂૂરી છે: અને આત્મનિર્ભરતા સાથે આગળ વધીશુ તો લક્ષ્યો પ્રાપ્ત થશે