For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સહકારિતા અને યુવાનોનું સવર્ણિમ ભવિષ્ય ત્રિભુવન સહકારી વિશ્ર્વવિદ્યાલય

11:37 AM Apr 19, 2025 IST | Bhumika
સહકારિતા અને યુવાનોનું સવર્ણિમ ભવિષ્ય ત્રિભુવન સહકારી વિશ્ર્વવિદ્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહનાં વડપણ તળે ભારત સરકારનાં ત્રિભુવન સહકારી વિશ્ર્વવિદ્યાલયનાં સ્થાપનને આવકારતા પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી

Advertisement

ભારતમાં સહકારી આંદોલનને નવી દિશા આપવી અને યુવાનો માટે રોજગારીનાન નવા અવસરો ઉભા કરવાનાં હેતુથી ભારત સરકારે ત્રિભુવન સહકારી વિશ્ર્વવિદ્યાલય સ્થાપન કર્યું છે. જેને પુર્વ મંત્રી દિલીપ સંઘાણીએ આવકાર્યો હતો.

દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ નવા સહકાર મંત્રાલય ની જવાબદારી સંભાળી રહ્યા છે. ભારતમાં સહકારી આંદોલનને નવી દિશા આપવી અને યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઊભા કરવાના હેતુથી ભારત સરકારે ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલયની સ્થાપનાનું સૂચન કર્યું હતું.

Advertisement

આજે એ સપનું સાકાર થયું છે, કારણ કે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમા પાસ થઈ ચુક્યું છે.

વધુમાં આ વિશ્વવિદ્યાલયના કાર્યકારી કુલપતિની પણ નિમણુક થઇ ગયેલ છે. આ વિશ્વવિદ્યાલય માત્ર સહકારી શિક્ષણ, સંશોધન અને તાલીમને વેગ આપશે એટલું જ નહીં, પણ સમગ્ર સહકારી ક્ષેત્રને વધુ વ્યાવસાયિક અને અસરકારક બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સમગ્ર વિશ્વ સહકારીતાના શ્વાસોશ્વાસ થી સભર છે, સહકારના ઉદ્ગમને પીછાણવાનો પ્રયાસ પૂર્ણ હોય પણ ન શકે તેમ છતા સને.1904 માં ઔપચારીક સમિતિઓના ગઠન સાથે નિતીનિયમોના પ્રારંભનો પથ કહી શકાય. ભારત પાસે સહકારીતાનો જૂનો અને મજબૂત વારસો છે જે દેશના વિકાસને અને સામાજીક જીવનધોરણને સ્પર્શે છે.
સહકારી પ્રવૃતિ લોકાભિમુખ જરૂૂર છે, યુવા શકિતને આવકારી રહી છે, બદલાવ ઈચ્છી રહેલ છે. સહકાર સામાજીક ઉત્ત્થાનનુ અંગ છે અને તેથી આપણા જનપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ ભારતની સહકારી પ્રવૃતિને ભાર આપી રહ્યા છે.

તેમના કુશળ અને સક્ષમ નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષ બાદ દેશની સર્વ પ્રથમ ત્રિભૂવન સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના ગુજરાતની ભૂમિ ઉપર સાકાર થવા જઈ રહેલ છે તે બદલ સરકાર અને સહકાર અભિનંદનિય છે.
ભારત વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવી રહ્યું છે તેનુ કારણ વિશ્વના અન્ય દેશોના વિકાસ માટે એક પ્રેરણાદાયી માળખા તરીકે સહકાર કામ કરી રહેલ છે. પ્રધાનમંત્રીનું સુત્ર સહકારથી સમૃધ્ધી ભારત સહિત વિશ્વ સ્વિકૃત બન્યું છે.
દેશની સર્વપ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય યુવા શક્તિમા સહકારી શિક્ષણના બીજ રોપશે જે લાંબાગાળે ઉગશે અને આપણને ઉગારશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement