સહકારમંત્રી વિશ્ર્વકર્માનું ફેસબુક એકાઉન્ટ હેક
05:48 PM Apr 24, 2025 IST | Bhumika
સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ
Advertisement
કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મારા ટ્વીટર એકાઉન્ટને હેક કર્યું છે તેમ આજે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ અખબારી યાદીમાં જણાવાયું હતું.
મંત્રી શ્રી વિશ્વકર્માએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, અમુક શખ્સોએ આ કૃત્ય દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે રાજ્ય સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે,જેને ટ્રેક કરવાની કામગીરી હાલ સાયબર ક્રાઇમ એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે તેમ મંત્રી વિશ્વકર્માએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું.
Advertisement
ઉલ્લેખનીય છે કે, હજુ ગઇકાલે જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. તે પહેલા વિધાનસભાના અધ્યક્ષ તેમજ ચિફ સેક્રેટરીના ફેસબુક એકાઉન્ટ પણ હેક થયા હતા.
Advertisement