પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
ઈકો ઝોન બનાવવો સારી વાત પણ ખેડૂતોને હેરાન કરાશે તો લડત અપાશે
ભારે વરસાદની તારાજીથી ખેતપાકોને મોટું નુક્સાન: સરકાર તાકીદે વળતર ચૂકવે
ભારતિય કિશાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્યએ પ્રભારી ભીખાભાઈ પટેલ તેમજ રાજકોટ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ કણસાગરા સહિતના આગેવાનોને સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
ખાસ કરીને સરકાર દ્વારા ઈકો ઝોન વિકસાવવાની ગતિવિધિઓ બાબતે પૂંછાયેલા પ્રશ્ર્નોનો ઉત્તર આપતા ભારતીય કિશાન સંઘના અધ્યક્ષ જગમાલ આર્યએ જણાવ્યું હતુ ંકે, ઈકોઝોન પ્રાકૃતિના વિકાસ માટે સરકારે વિચરેલું આ પગલું આવકાર્ય છે. આ વાતથી સિંહ, વાઘ બચશે પણ આ વાતમાં ખેડુતોના બોગે કે ખેડુતોને પીડા આપવામાં આવશે તો ભારતીય કિશાન સંઘના આગેવાનો દેશ વ્યાપી આંદોલન છેડતા અચકાશે નહીં.
પત્રકારોના સવાલોના જવાબો આપતા જગમાલ આચાર્યે જણાવ્યું હતું કે, સરકાર ખેડુતોને સહાય નહીં ટેકો આપે છે. બાકી ખેડુતોને સહાય તો પરમાત્મા-કુદરત જ કરે છે.
ઈકો સેન્સેટીવ ઝોન મામલે ખેડુતોને હેરાન કરવામાં આવશે તો ભારતીય કિશાન સંઘ ચૂપ નહીં બેસે દર ત્રણ વર્ષે સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાં રચવામાં આવતી જિલ્લા વાઈઝ કમિટિઓમાં આજે રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે સુરેશભાઈ કણસાગરાની નિમણુંક કરાઈ હતી.
સુરેશભાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ખેડુતોના પ્રશ્ર્ને કિશાન સંઘ સતત જાગૃત રહેશે. કોંગ્રેસ પ્રેરિત આંદોલન કરવામાં કિશાન સંઘ સહકાર નહીં અપાય.
ડૂપ્લિકેટ બિયારણ બાબતે કિસાન સંઘ સરકારને કરશે રજૂઆત
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નકલી બિયારણના ધૂમ વેચાણ બાબતે ઉઠેલા પ્રશ્ર્નોના જવાબ આપતા જગમાલભાઈ, સુરેશભાઈ અને ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ બાબતે કેન્દ્ર સરકાર સુધી ઉગ્ર રજૂઆતો કરાશે આત્રણેય આગેવાનોએ રોષભેર જણાવ્યું હતુ ંકે,, સરકાર કામયાંતરે ટેકાના ભાવે જાહેર કરે છે પણ પુરતી ખરીદીના અભાવે ખેડુતોને પુરતા ભાવ મળતા નતી. વરસાદી તારાજીમાં વ્યાપક નુક્શાનનું વળતર હજી ચુકવાયું નથી. સબંધીતોએ વળતરની જાહેરાત કરવાની જ ફરજ પુરી કરી હોવાનું જગમાલ આર્યએ જણાવ્યું હતું.