For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત વિદ્યાપીઠમાં RSSના કાર્યક્રમથી વિવાદ

01:56 PM Dec 21, 2024 IST | Bhumika
ગુજરાત વિદ્યાપીઠમાં rssના કાર્યક્રમથી વિવાદ

મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ ફરી એક વખત વિવાદમાં આવી છે. મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલી વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. તેને લઈને વિવાદ સર્જાયો છે.

Advertisement

આવતીકાલે 22મી ડિસેમ્બરે યોજાનાર RSSના આ કાર્યક્રમને સજ્જન શક્તિ સંગમ નામ અપાયું છે. જેમાં ઈંઅજ, ઈંઙજ, ડોક્ટર, પ્રોફેસર, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર સહિત 450થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. પરંતુ બાપુની વિદ્યાપીઠમાં સંઘના કાર્યક્રમને લઇને ગાંધીવાદીઓ તેમજ વિદ્યાપીઠના પૂર્વ કુલપતિઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. ગાંધીવાદીઓનું માનવું છે કે RSS અને ગાંધીજીની વિચારધારા હંમેશા અલગ રહી છે. આથી ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન છે.

પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે જણાવ્યું કે વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજવા પાછળ બે જ કારણ હોઈ શકે. એક તો એ કે RSS હવે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયું છે. અને જો તેવું હોય તો તેણે પહેલાં પોતાના પ્રાંગણમાં જ ગાંધીજીની વિચારધારા પર વર્કશોપ કરવો જોઇએ.

Advertisement

તો વિવાદ બાદ સમગ્ર મુદ્દે RSSની પ્રતિક્રિયા પણ સામે આવી છે. RSSએ સ્પષ્ટતા કરી છે કે સંઘના 100 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યના દરેક જિલ્લામાં આ કાર્યક્રમ કરાઈ રહ્યો છે. વિદ્યાપીઠમાં પણ 450 લોકોને બોલાવીને કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભૂતકાળમાં નવજીવન ટ્રસ્ટમાં પણ અનેક કાર્યક્રમ થયા છે. અને ખુદ વર્ધા ખાતે સંઘની બેઠકમાં પણ ગાંધીજીએ હાજરી આપી હતી. તેમજ સંઘના કાર્યક્રમોના વખાણ કર્યા હતા. કાર્યક્રમમાં સામાજિક સમરસતા ઉપર ચર્ચા થવાની છે. પરિવારની જાગૃતિ પર કામ થવાનું છે. અને આવો કાર્યક્રમ જો ગાંધીજીની વિચારધારા ધરાવતી વિદ્યાપીઠમાં થતો હોય તો તેમાં ખોટું શું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement