For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લા પ્રા.શિ.સંઘ ચૂંટણીમાં નકલી લેટરપેડનો વિવાદ

11:52 AM Jun 14, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગર જિલ્લા પ્રા શિ સંઘ ચૂંટણીમાં નકલી લેટરપેડનો વિવાદ

સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂટણી પડઘમ વાગતા ખુલતા સત્રમાં જિલ્લાનાં શિક્ષકોમાં નકલી લેટરપેડ, ધરાહાર બોગસ વરણીની કતૂહલતા સાથે રાજકીય ગરમાવો છવાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિક્ષક સંઘ ની ચૂટણી કાર્યક્રમ જાહેર કરાયેલ છે. જેમા જૂન માસમાં તા. 18 ના રોજ મતદાર યાદી પ્રસિધ્ધ થશે, તા. 23/24 ના ઉમેદવારી ફોર્મ મેળવી શકાશે, તા. 25 ફોર્મ જમા, 26ના ફોર્મ ચકાસણી અને પે સેન્ટર વાઇઝ તા. 27 ના ચૂટણી યોજાશે. ત્યાર બાદ તા. 28/29 તબ્બકાવાર તાલુકા કારોબારીની રચના અને તા. 30 ના રોજ ચોટીલા બીઆરસી ભવન ખાતે જિલ્લા કારોબારીની રચના કરાશે.સમગ્ર ચૂટણી પ્રક્રિયામાં ચૂંટણી અધ્યક્ષ તરીકે જીલુભાઈ ધાધલ સાથે રણછોડભાઈ વઢેર અને વિક્રમભાઈ સુથાર ઉપાધ્યક્ષ તરીકે પોતાની ફરજ બજાવશે.

Advertisement

ઝાલાવાડનાં શિક્ષક સંઘની ચૂટણી પડઘમ વાગતા સંઘના રાજકારણમાં ગરમાવો આવેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સુરેન્દ્રનગરનું લેટરપેડ બિન અધિકૃત રીતે છપાવી ઉપયોગ કરવામાં આવેલ હોવાની સંઘની રજૂઆત બાદ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દ્વારા લેટરપેડ બિન અધિકૃત રીતે છપાવી ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવા બાબતે તેમજ સંઘના પુર્વ મહામંત્રી (નિવૃત) દ્વારા તા.02/05/2025 ના રોજ બિનઅધિકૃત અને ગેર બંધારણીય રીતે ખાસ કારોબારી સભા પ્રમુખની મંજૂરી વિના બોલાવી નવા કાર્યકારી પ્રમુખ તથા મહામંત્રીની વરણી કરેલ છે. તથા બિન અધિકૃત રીતે ખોટું લેટરપેડ છપાવી તેનો ઉપયોગ સામે ખોટું લેટરપેડ છપાવી તેનો ઉપયોગ કરવા અને સંઘના હોદા ધારણ કરવા અને આપેલ હોદાઓ કાયદેસર હોય તો તા.19/05/2025 ના લેટરપેડમાં દર્શાવેલ માન્યતા અને જોડાણ હોવા અંગેના હોદ્દેદારોના પ્રવર્તમાન આધારો રજુ કરવા લેખિત આપતા ખળભળાટ મચેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચુડા તાલુકાનાં પ્રવિણસિંહ જાદવ, ભૃગુપુર પ્રાથમિક શાળા નં.-1, મહાવીરસિંહ વી. ગોહિલ, અચારડા પ્રા.શાળા, ધાંગધ્રાનાં શૈલેષભાઈ પટેલ, કલ્યાણપુર પ્રાથમિક શાળા, આકાશભાઇ એમ. પટેલ, બાયસાબગઢ પ્રા.શાળા, બળદેવભાઇ ડી.ખટાણા, કંકાવટી પ્રા.શાળા, લખતરના રાજેન્દ્રકુમાર વી. ભુવા, વણા ક્ધયા શાળા, વઢવાણનાં રમેશભાઈ કે. પેઢડીયા, સુરેન્દ્રનગર-4 પ્રા.શાળા વાળાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પત્ર લખીને દિવસ 3 માં આધાર રજૂ કરવા નહીં કરાય તો
આ બાબતે કાંઇ કહેવા માંગતા નથી તેવું માની લેવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવેલ છે.ઝાલાવાડનાં પ્રાથમિક શિક્ષક સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત ધરાહારના દાવપેચના તિક્કડમો રચાયાની ચર્ચા અને સંઘની ચૂંટણી અંગે શિક્ષક સમાજમાં ગરમાવો આવી ગયેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement