સુરતનો વિવાદિત નેતા ભરત પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ
સુરતની માંગરોળ તાલુકા પંચાયતના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. લીંબાડા બેઠકના ભાજપના સભ્ય ભરત પટેલે જમીન પર બેન્કનો બોજો કમી કરવા ખેલ કર્યા હોવાની માંડવી પ્રાંત અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
સુરતમાં ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીએ બેન્ક ઓફ બરોડાનો નકલી લેટર પેડ બનાવી 95 લાખ બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો. માંડવીની નોગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો. માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરાતા ખોટા હોવાનું સાબિત થયું. સમગ્ર મામલે ભાજપના વિવાદિત નેતા ભરત પટેલ સામે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે કાર્યવાહી કરી છે. વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
બેન્ક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન લીધી હતી. ભરત પટેલે પોતાની જમીન અન્યને વેચાણ દસ્તાવેજ કરી હતી. મામલો બહાર ન આવે તે માટે બરોબર પૈસા ભરી દીધા હતા. આ મામલે પ્રાંત અધિકારીએ જાતે ફરિયાદી બનીને કાર્યવાહી કરી હતી. ભરત પટેલ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે. પોલીસ દ્વારા ભરત પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.