વિવાદીત અંકુર રોડને LOP હેઠળ મુકાયો, 70 મિલકતો કપાશે
વર્ષો પહેલાં બનેલ 80 ફૂટના રોડને આરકે એમ્પાયર બિલ્ડિંગ પાસે 150 ફૂટ રીંગરોડ સાથે કનેકટ કરાશે
રાજકોટ શહેરના અનેક મુખ્યોમાર્ગેને સર્કલો તેમજ મેઇન રોડ સાથે જોડવાનું કામ આજે પણ અધુરુ રહી ગયુ છે. જેના લીધે ટ્રાફિક સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. રહેણાક વિસ્તારો કપાતમાં આવતા હોય ત્યારે આ કપાતનો વિરોધ કરી અસરગ્રસ્તો દ્વારા સ્ટે સહિતના રસ્તાઓ કાઢવામાં આવતા હોય છે. જેના લીધે મનપાને રોડ રસ્તા કાઢવામાં મુશકેલીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં 20 વર્ષથી વિવાદીત બનેલ વોર્ડ નં.12નો અંકુર મેઇન રોડ ખોલવાનો માર્ગ હવે મોકળો થયો હોવાનુ જાણવા મળેલ છે. આ રોડને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મુકી હવે રોડ વચ્ચે આવતી 70 મિલકતોના દબાણો દુર કરી 80 ફૂટના રોડને 150 ફૂટ રીંગરોડ સાથે કનેકટ કરવામાં આવશે.
શહેરના વોર્ડ નં.12માં 20 વર્ષથી વધુ સમય પહેલા અંકુર મેઇન રોડ ને ડિવાઇડરની સુવિધા સાથે 80 ફૂટનો બનાવવામાં આવ્યો હતો. આ મુખ્ય માર્ગ 150 ફૂટ રીંગરોડથી કૃષ્ણનગર મેઇન રોડને કનેકટ થાય તેવુ આયોજન કરવામાં આવેલ જેતે સમયે રોડ પહોળો કરવા માટે કપાતમાં આવતી 2 સોસાયટીઓ તેમજ અન્ય સહિત 70 મિલકતોને કપાત અંગે નોટીસ આપવામાં આવેલ જેથી અસરગ્રસ્તોએ કોર્ટનો સહારો લઇ સ્ટે.મેળવેલ હતો વખતો વખત સ્ટેની મુદત પૂર્ણ થતા મનપાએ ડિમોલીશન કામગીરીની તૈયારી કરેલ પરંતુ ચૂંટણીઓ તેમજ અમૂક રાજકિય ગ્રહણના કારણે આજ સુધી રોડ પહોળો કરવાની તેમજ ખુલો કરવાની કામગીરી થઇ શકેલ નહીં જેથી મહાનગર પાલિકાએ અંતે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ કાયદા હેઠળ આ રોડ ખુલો કરવા તૈયારીઓ આરભી હતી જેને મંજૂરી મળી ગયાનું જાણવા મળેલ છે.
શહેરના અનેક રોડ રસ્તાઓને ખુલા કરવામાં માટે સરકાર દ્વારા બનાવામાં આવેલ લાઇન ઓફ પબ્લિક્ સ્ટ્રીટ કાયદાની અમલવારી કરવામાં આવેલ છે. આ કાયદા હેઠળ કોય પણ પ્રકારના બાંધકામો રોડ ખુલો કરવા માટે દબાણ ગણાતા હોય ત્યારે આ મિલકત ધારોકેને નિયમ મુજબનું વળતર આપી રોડ રસ્તાઓ ખુલા કરવામાં આવતા હોય છે. જેથી અંકુર મેઇન રોડને પણ હવે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ લઇ આ રોડને ખુલો કરવા માટે 70 મિલકતનો નોટીસ આપવામાં આવેલ જેના લીધે અસરગ્રસ્તોએ વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી તંત્રને રજૂઆત કરી છે. આથી અસરગ્રસ્તોની વળતરનો પ્રશ્ર્ન પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં રોડ પહોળો અને ખુલો કરવાની કામગીરી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.
શહેરના 40થી વધુ રોડ ખુલ્લા કરવા કાર્યવાહી
મહાનગર પાલિકાએ મુખ્યમાર્ગેને જોડતા રોડ ખુલા કરવા માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત વર્ષોથી બંધ હોય તેવા 40થી વધુ મુખ્યમાર્ગેને મેઇન રોડ સાથે કનેકટ કરવાની કાર્યવાહી હાથ ધરી તમામ રોડને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મુકવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. જેના લીધે શહેરના વધુ વર્ષોથી બંધ 40 મુખ્યમાર્ગેને વધુ કનેકટીવીટી મળશે