પબ્લિક ટ્રસ્ટના ફંડના ફાળાની રકમ હવે ઇ-પેમેન્ટથી જમા કરાવી શકાશે
કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓમાં આવતા પી.ટી.એ.(પબ્લીક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઇ-પેમેન્ટ સેવાનો શુભારંભ કરાવ્યો હતો.ફાળાની રકમ ભરવા માટે ટ્રસ્ટીઓ https://charitycommissioner.gujarat.gov.in વેબસાઇટ પર ઇ-પેમેન્ટ કરી શકાશે.
રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 2,76,652 ટ્રસ્ટ રજીસ્ટ્રર થયેલ છે. 31-10-2024 ની સ્થિતિએ ગત વર્ષે 10.55 કરોડ ફાળો વસુલવામાં આવ્યો હતો.કુલ રજીસ્ટ્ર થયેલ ટ્રસ્ટમાંથી મેડિકલ અને શિક્ષણ જેવા સેવા ક્ષેત્ર માટે કામ કરતા ટ્રસ્ટોને બાદ કરતા કુલ અંદાજીત 1.65 લાખ જેટલા ટ્રસ્ટો પાસેથી જ ચેરિટી તંત્ર દ્વારા ફાળો ઉધરાવવામાં આવે છે.હવેથી આ 1.65 લાખ જેટલા ટ્રસ્ટોને ફાળો ભરવા માટે ચેરિટી કચેરીની રૂૂબરૂૂ મુલાકાત લેવી પડશે નહીં સંપૂર્ણ વ્યવસ્થા ઓનલાઇન જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કાયદા મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ આ પેમેન્ટ વ્યવસ્થામાં પડતી તકલીફોને અટકાવવા માટે સમગ્ર વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી જેના ભાગરૂૂપે જ આ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જેનાથી સરળતાથી, ગમે ત્યારે, અને ગમે ત્યાંથી સમગ્ર વિશ્વના કોઇપણ ખુણેથી સરળતાથી ઇ-પેમેન્ટ દ્વારા ઓનલાઇન વાર્ષિક ફાળાની રકમ ભરી શકશે.