મનપાના અધિકારીએ 25 લાખના બિલની ચૂકવણી માટે 15 હજાર માગ્યાના આરોપ સાથે કોન્ટ્રાકટરે ફિનાઇલ પીધું
રાજકોટમાં દૂધસાગર રોડ ઉપર આવેલા હૈદરી ચોકમાં અલકા સોસાયટીમાં રહેતા અને પિતાના મોત બાદ મનપમાં ચાલતા કોન્ટ્રાક્ટનો કાર્યભાર સંભાળતા યુવાને મનપાના બે અધિકારી 25 લાખના બિલની ચુકવણી માટે દર મહિને રૂૂ.15000 માંગતા હોવાના આક્ષેપ સાથે ફીનાઇલ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કોન્ટ્રાક્ટર પિતાના મોત બાદ કોન્ટ્રાકનો કારભાર ચલાવતો યુવાન બિલ માટે પ્રોસેસ કરવાના બદલે ખોટા આક્ષેપો કરતો હોવાનો બંને અધિકારીઓએ ખુલાસો કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધ સાગર રોડ ઉપર હૈદરી ચોકમાં આવેલી અલકા સોસાયટીમાં રહેતા સમીર અફઝલભાઈ માજોઠી નામનો 19 વર્ષનો યુવાન બપોરના ચારેક વાગ્યાના અરસામાં ઘર નજીક હતો ત્યારે ફીનાઇલ પી લીધું હતું સમીર માજોઠીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સમીરમાં માજોઠી સમીર ક્ધટ્રક્શનના નામે વોર્ડ નંબર 13 માં સફાઈનો કોન્ટ્રાક્ટ ચલાવે છે અને એક વર્ષથી રૂૂ.25 લાખનું બિલ બાકી છે તે મંજૂર કરવા વોર્ડ નંબર 13 ના બે અધિકારી દર મહિને રૂૂ.15,000 આપવાની માંગણી કરે છે. તેથી કંટાળી સમીર માજોઠીએ ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યું છે. આક્ષેપના પગલે અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે ગત 21 માર્ચના રોજ સમીર ક્ધસ્ટ્રકશનના નામે કોન્ટ્રાક ચલાવતા અફઝલભાઈ માજોઠીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને સમીર માજોઠી પિતાના કોન્ટ્રાક્ટનો કાર્યભાર સંભાળતો હતો 8 તારીખે એગ્રીમેન્ટ થઈ ગયું છે અને જાન્યુઆરી સુધીના તેના બિલોનો હિસાબ પણ થઈ ગયો છે પરંતુ સમીર માજોઠી બિલ માટે પ્રોસેસ કરવાના બદલે અધિકારીઓ ઉપર ખોટા આક્ષેપો કરી બદનામ કરી રહ્યો હોવાનો બંને અધિકારીઓએ ખુલાસો કર્યો છે આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.