માળિયા હાટીનામાં અગાશી પરથી કામ કરતી વખતે પટકાયેલા કોન્ટ્રાકટરનું મોત
ગીર સોમનાથનાં માળીયા હાટીનામાં સ્લેબનુ કામ કરતી વખતે કોન્ટ્રાકટર યુવાન અકસ્માતે અગાસી પરથી પટકાયો હતો. યુવકને ઇજા પહોંચતા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથનાં માળીયા હાટીનામા રહેતા અને બાંધકામનો કોન્ટ્રાકટ કામ કરતા રણજીત જેન્તીભાઇ સોંદરવા નામનો 30 વર્ષનો યુવાન સ્લેબનુ કામ કરતો હતો ત્યારે અકસ્માતે અગાસી પરથી પટકાયો હતો. યુવકને સારવાર મળે તે પુર્વે મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક તપાસમા મૃતક યુવાન એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો અને તેની પત્ની હાલ પ્રેગનન્ટ હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા જુનાગઢના ડુંગરપુર ગામે રહેતા જાબીર પાયાવાન બ્લોચ (ઉ.વ. રર) એ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
