કોરોનામાં સતત ઉછાળો, એક બાળક સહિત વધુ 9 પોઝિટિવ
કેસનો આંકડો 77એ પહોંચ્યો, 45 દર્દી સારવારમાં, 32 સાજા થતાં રજા અપાઈ, એક દર્દી ગંભીર હાલતમાં ઓક્સિજન હેઠળ
શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે એક દસ વર્ષના બાળક સહિત 9 નવા પોઝિટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 77 પર પહોંચ્યો છે. તા. 19થી પ્રથમ કેસ આવ્યા બાદ હોમ આઈસોલેટ હેઠળ સારવાર બાદ 32 દર્દીઓને રજા આપવામાં આવી છે. અને હાલ અલગ અલગ વિસ્તારોમાં હોમ આઈસોલેટ કરેલા 35 જેટલા દર્દી સારવારમાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
રાજકોટ શહેરમાં આજે 10 વર્ષના બાળક સહિત સૌથી વધુ 9 કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં. 1 મહિલા ઉ.વ. 74, વોર્ડ નં. 8 લક્ષ્મીનગર મહિલા ઉ.વ.62 તથા નાનામૌવા પુરુષ ઉ.વ. 42 અને સરસ્વતિ સોસાયટી પુરુષ ઉ.વ. 48, વોર્ડ નં. 13માં કે.જે. સોસાયટી બાળક ઉ.વ. 10 વોર્ડ નં. પ્રગતિ સોસાયટી પુરુષ ઉ.વ. 54, વોર્ડ નં. 17 અયોધ્યા સોસાયટી પુરુષ ઉ.વ. 23, વોર્ડ નં. 3 જામનગર રોડ પુરુષ ઉ.વ. 75 અને વોર્ડ નં. 14 અવંતી પાર્કમાં મહિલા ઉ.વ. 63 સહિત 9 નવા પોઝિટીવ કેસનો ઉમેરો થયો છે. આજે આવેલ કેસ પૈકી નાનામૌવા પુરુષને અમદાવાદ ટ્રાવેલ્સ હિસ્ટ્રી તથા જામનગર રોડના પુરુષ દર્દીની સુરત ટ્રાવેલ્સ હિસ્ટ્રી અને સરસ્વતિ સોસાયટીના પુરુષની દિલ્હીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જાણવા મળી છે. તમામ દર્દીઓને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. અને તમામની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
જિલ્લામાં પ્રસર્યો: ગોંડલમાં બે કેસ
રાજકોટમાં શહેરમાં કોરોનાના કેસની શરૂઆત તા. 19/5/2025થી થઈ છે. અને અત્યાર સુધીમાં 77 પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સામે જલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ દેખા દીધી ન હતીં. જેના લીધે આરોગ્ય વિભાગએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. પરંતુ હવે જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધવા લાગ્યું હોય તેમ રાજકોટ જલ્લાના ગોંડલમાં ગઈકાલે કોરોનાના નવા બે કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ગાઈડલાઈન અંતર્ગત તમામ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
સાવચેતી રાખવી અનિવાર્ય
માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા સલાહ રાજકોટમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને પણ ક્વોરન્ટીન કરવા અથવા ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લોકોએ પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, વારંવાર હાથ ધોવા અને બિનજરૂૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ, બાળકો અને અન્ય રોગોથી પીડાતા લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂૂરી છે. તાવ, શરદી, ઉધરસ જેવા કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અને ટેસ્ટ કરાવવા પણ જણાવાયું