વડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતા
સમગ્ર દેશમાં હાલ નવરાત્રી તહેવાર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડીયા માં પણ નવરાત્રી પર્વ ની ઉજવણી નો માહોલ જામ્યો હતો.પરંતુ છેલ્લા પાંચ દિવસ થી મેઘરાજા એ ભારે પવન સાથે ઇનિંગ શરૂૂ કરતા નવરાત્રી પર્વ ની ઉજવણી માં રાસ ગરબા ના કાર્યક્રમ ક્યારેક ટૂંકાવવા પડ્યા તો ક્યાંક બંધ કરવાની નોબત આવી છે.
આ ઉપરાંત વડિયા અબે આસપાસ ના ગ્રામીણ વિસ્તાર ખેતી આધારિત વિસ્તાર છે તેના મોટાભાગના લોકોનો રોજગારીનો સ્ત્રોત ખેતી છે ત્યારે હાલ નવરાત્રી ના સમયે ચોમાસુ પાક તૈયાર થતા તેને લેવાની સીઝન ચાલુ થઇ ચુકી છે. ક્યાંક ખેડૂતો ના ખેતર માં તૈયાર મગફળી, ક્યાંક પાથરા છે ત્યારે સતત સતત પાંચ દિવસથી વરસતા વરસાદે ખેડૂતો ને પણ તૈયાર પાક નો મોઢે આવેલો કોળિયો છીનવાતો હોય એવું જોવા હાલ ખેતીક્ષેત્ર માં મગફળી, સોયાબીન, કપાસ ના પાક માં ભારે નુકશાની વર્તાઈ રહી છે.
ત્યારે ખેડૂતો પણ મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ઈશ્વર ને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોને તૈયાર પાકમાં નુકશાની થતા આ નુકશાની નો સર્વે કરી સરકાર પાસે ફરી સહાય ની આશા રાખતા જોવા મળી રહ્યા છે. તો વડિયા વિસ્તાર ની જીવાદોરી સમાન સુરવો ડેમ પણ આ પાંચ દિવસ માં બે થી ત્રણ વાર ઓવર ફ્લો થતો જોવા મળ્યો છે.