સવારથી અવિરત વરસાદ, બરવાળામાં 6.50, સાયલા-મુળીમાં 5 થી 5.50 ઇંચ
05:23 PM Jun 17, 2025 IST
|
Bhumika
Advertisement
સૌરાષ્ટ્ર-ગુજરાતમા આજે સવારે 6 વાગ્યા સુધીમા 221 તાલુકામા 1 મી.મી. થી માંડી 14 ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારથી પણ મેઘરાજા અવિરત મંડાયા છે અને સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમા પણ 151 તાલુકાઓમા એક મી.મી. થી માંડી 6.50 ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ પણ અવિરત વરસાદ પડી રહયો છે.
Advertisement
આજે બપોર સુધીમા સૌથી વધુ બોટાદ જિલ્લાનાં બરવાળામા 6.50 ઇંચ, સુરેન્દ્રનગરનાં સાયલામા 5.50 ઇંચ, મુળીમા 5.10 ઇંચ તથા ઉમરાળામા વધુ 4.61 ઇંચ તેમજ બોટાદમા 4.17 ઇંચ, ચુડામા 3.50 ઇંચ, રાણપુરમા 3.35, વલ્લભીપુરમા વધુ 3.35 ઇંચ વરસાદ નોંધાયો છે.સવારે 6 થી બપોરે બે વાગ્યા સુધીનાં 8 કલાકમા 33 તાલુકામા એક ઇંચથી વધુ વરસાદ પડયો છે. હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી વધુ વરસાદ પડવાની શકયતા છે.
Next Article
Advertisement