ખાદ્યતેલોનો વપરાશ માથાદિઠ 11 કિલોથી વધી 20 કિલો થઇ ગયો !
કેન્દ્રીય મંત્રીના ખાદ્યતેલોની આયાત પર પ્રતિબંધના નિવેદનને આવકારતું તેલ-તેલીબીયા સંગઠન
પેકેડ ફરસાણનો વપરાશ ઘટાડાય તો આયાતી તેલો પરની નિર્ભરતા ઘટી શકે
ગુજરાત ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠન કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજ સિહ ચૌહાણના તાજેતર ના નિવેદન કે જેમાં તેમણે ખાદ્યતેલોની આયાત પર પ્રતિબંધ મુકવો જોઈએ તેમ જણાવેલ તેને દિલથી બિરદાવે છે.
જ્યારથી આપણા દેશમાં ખાદ્યતેલ ની આયાત ઓપન જનરલ લાઇસન્સની કેટેગરી માં મુકવામાં આવી છે ત્યારથી આપણા દેશમાં ખાદ્યતેલની જે ખાધ છે તેનાથી ઘણી વધારે માત્રામાં આયાત થઇ રહી છે. તેથી અમારૂૂ એસોસીએશન આ આયાત પર જથ્થાત્મક નિયંત્રણ મુકવાની રજુઆતો ઘણા લાંબા સમયથી કરતુ આવે છે. જેને કારણે આપણા ઘરેલું ખેડૂતો તથા ઉદ્યોગોને ઘણું સહન કરવું પડે છે.
આવા સમયે ખાદ્યતેલની આયાત સંપૂર્ણ પણે પ્રતિબંધિત કરવું જોઈએ તેવું તેમનું નિવેદન ઘણું દુરંદેશી તેમજ બહાદુરી ભર્યું છે. કોઈ પણ રાજકીય નેતાએ આવું હિંમતભર્યું નિવેદન ક્યારે પણ આપ્યું હોઈ તેવું અમોએ સાંભળ્યું નથી.
ખાદ્યતેલોની અનિયંત્રિત આયાત ને કારણે તમામ પ્રકારના તેલોના ભાવો અકુદરતી નીચા રહે છે, જેને કારણે આપણા દેશમાં ખાદ્યતેલનો વપરાશ ખુબ ઝડપે વધી રહ્યો છે. થોડાજ સમય પહેલા આપણો વાર્ષિક માથાદીઠ ખાદ્યતેલ વપરાશ 11 કિલો નો હતો તે અત્યારે વધીને 20 કિલોથી વધુ નો થઇ ગયો છે અને ઘણા વિવેચકોનું માનવું છે કે થોડાજ સમયમાં આ વપરાશ 25 કિલો જેટલો થઇ જશે. ખાદ્યતેલોનો આ વપરાશ વધરો ઘરગથ્થુ ઉપયોગમાં નથી વધ્યો પરંતુ બજારૂૂ તૈયાર ફરસાણ અને નમકીનના પેકેટ્સ ના વધુ વપરાશને કારણે વધ્યો છે. આવા ફરસાણ ના પેકેટ્સ માં ખાંડ અને મીઠા નો ભરપુર સમાવેશ તેમા saturated fats નું પ્રમાણ વધારે છે ને જન આરોગ્ય માટે ખુબજ નુકશાનકારક છે. વળી આ તૈયાર ફરસાણ પેકેટ્સ પામોલીન તેલમાંથી બને છે જેમા ટ્રાન્સફેટનુ પ્રમાણ ઉચું હોય હદય માટે ખુબજ હાનીકારક છે. તેની સામે આપણા ઘરેલું ખાદ્યતેલો જેવાકે મગફળીનું તેલ, તલતેલ, રાઈનું અથવા સરસવનું તેલ તેમજ કોકોનેટ તેલોમાં ખુબ જ પોષક તત્વો રહેલા છે જે આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે.
જો ખાદ્યતેલોની આયાત ઘટાડવા અથવા પ્રતિબંધિત કરવામાં આવે તો ખાદ્યતેલો ના ભાવો માં વધારો જોવા મળી શકે છે. પરંતુ આવા સંજોગો માં જો લોકો બજારૂ પેકેડ ફરસાણ અને નમકીન નો વપરાશ ઘટાડે તો તેમના પર કોઈ અતિરિકત બોજ આવે તેમ નથી અને તેમના આરોગ્યમાં સુધારાનો વધારાનો લાભ મળે તેમ છે.
અમારો સૌરાષ્ટ્ર વિસ્તાર મગફળીના સૌથી મોટો ઉત્પાદક છે. સીંગદાણા અને તેમાંથી ઉત્પન્ન થતા સીગતેલ માં ઘણા એવા પોષક તત્વો છે કે જે બીજા કોઈ શાકાહારી ખાદ્ય પદાર્થો ભાગ્યે જ મળે છે તેથી સીંગદાણા અને સીંગતેલ નો બહોળો વપરાશ જન આરોગ્ય માટે ખુબજ આશીર્વાદ રૂૂપ બની શકે છે.