પુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાન
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત
રાજકોટ શહેરા અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા વિભાગ દ્વારા દાળ અને ચણાના જથ્થામાં 50% કાપ મુકવામાં આવ્યો છે. ત્યારે આ મહિને પણ ચણા અને દાળમાં 50% જેટલો જથ્થામાં કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે દુકાનદારો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વાગવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના 12 જેટલા ગોડાઉન પર પુરવઠા વિભાગના સસ્તા અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. નિયમિત રીતે જથ્થાનું વિતરણ પણ કરવામાં આવે છે. ઘવ અને ચોખાનો જથ્થો પૂરતો છે.પરંતુ દાળ અને ચણાના જથ્થામાં 50 ટકા જેટલો કાપ મુકવામાં આવ્યો છે. રાજ્યના પુરવઠા વિભાગને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. અને આ વખતે પણ અમે રાજ્ય પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે.
જે દુકાનદારો વહેલી પરમિટ મૂકવામાં આવે તેઓને પહેલાં જથ્થો ફાળવવામાં આવે છે. જિલ્લાના અલગ અલગ 12 જેટલા ગોડાઉન માંથી તાલુકાઓ જથ્થાનું વિતરણ કરવામાં આવે છે. આ વખતે પણ દાળ અને ચણાનો જથ્થો ઓછો હોવાને કારણે અમે રાજ્યના પુરવઠા વિભાગને રજૂઆત પણ કરી છે. અને પૂરતો જથ્થો આપવા માટેની પણ માંગ કરી છે. પરંતુ દિવાળી બાદથી જથ્થો ઓછો મળી રહ્યો છે. જથ્થો મળશે એટ્લે દુકાનદારોને વિતરણ કરી દેવામાં આવશે.