For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

LICએ મૃતકોના પરિવારને વીમાની રકમ છ ટકા વ્યાજ સાથે બે માસમાં ચૂકવવા ગ્રાહક ફોરમનો હુકમ

04:22 PM Aug 05, 2025 IST | Bhumika
licએ મૃતકોના પરિવારને વીમાની રકમ છ ટકા વ્યાજ સાથે બે માસમાં ચૂકવવા ગ્રાહક ફોરમનો હુકમ

Advertisement

એલઆઇસી પોલિસીધારકના મૃત્યુ અંગે આવક કરતા વધુ રકમની પોલિસીનું કારણ આપી વીમાની રકમ નહિ ચૂકવવા મામલે ગ્રાહક ફોરમે મૃતકના વારસદારોને એક કરોડની વીમાની રકમ છ ટકા વ્યાજ સાથે બે માસમાં ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, તા. 18/03/2023 ના રોજ ફરિયાદી પરિણીતાએ તેમના ગુજરનાર પતિ આશિષ થોભણભાઈ જકાસણીયાના બેનીફીસીયરી દરજજે એલઆઇસી તથા એજન્ટ વિરૂૂધ્ધ અયોગ્ય વેપાર નીતિ ન અપનાવી વીમા કવચની રકમ ન ચુકવવા અંગે ગ્રાહક ફોરમમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પતિએ એલઆઇસીની ન્યુ એન્ડુમેન્ડ પ્લાનની તા.24/06/2019થી શરૂૂ થઈને મેચ્યોરીટી તા.24/06/2047ની પોલિસી લીધી હોય, અર્ધ વાર્ષિક પ્રિમિયમ ફરિયાદીના પતિ હયાત હતા ત્યાં સુધી નિયમિતપણે ચુકવેલ હતું અને પોલિસીમાં ગુજરનારે તેમના પત્નીને નોમીની તરીકે રાખેલ હતા. દરમિયાન ફરિયાદીના પતિનું અવસાન થતાં ફરિયાદીએ રકમ રૂૂા.1 કરોડનો કલેઈમ રજિસ્ટર કરાવ્યો હતો. પરંતુ એલઆઇસી દ્વારા આવક કરતા વધુ રકમની પોલિસી લીધી હોવાનું કારણ દર્શાવી સદર રકમ ન ચુકવી કલેઈમ નામંજૂર કરવામાં આવ્યો હતો. તેથી ફરિયાદીએ તેમના એડવોકેટ મારફત રાજકોટ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં એલ.આઇ.સી. વિરૂૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

Advertisement

ફરિયાદપક્ષ તરફે એડવોકેટની મુખ્યત્વે દલીલ હતી કે, દસ્તાવેજી પુરાવાથી ગુજરનારની પેઢી અંગેનું અને વાર્ષિક આવક સંબંધેના સ્ત્રોતો તેમજ ઈન્કમટેક્ષ રિટર્ન રજૂ કરેલ છે અને ફરિયાદી દ્વારા પોલિસી સંબંધે કોઈ હકીકત છુપાવવામાં આવેલ નથી અને ફરિયાદ મંજુર કરવા અરજ કરી હતી.

બંને પક્ષકારોને વિગતવાર સાંભળી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રેસિડન્ટ પી.સી.રાવલ તથા સભ્ય એમ.એસ.ભટ્ટે દસ્તાવેજોનો તલસ્પર્શી અભ્યાસ કરી ફરિયાદીની ફરિયાદ દાખલ તારીખથી રૂૂા.1 કરોડની રકમ 6 ટકાના વ્યાજ સાથે બે માસમાં ચુકવી આપવા અને ચુકવે તો વ્યાજ વધીને 9 ટકા લેખે ચુકવી આપવાનો એલઆઇસીને આદેશ ફરમાવેલ છે. આ કામમાં ફરિયાદી વતી યુવા ધારાશાસ્ત્રી સ્તવન જી. મહેતા, નિકુંજ એમ. શુકલ, બ્રીજેશ ચૌહાણ, પ્રકાશ ચાવડા, નીલરાજ રાણા તથા મદદનીશ તરીકે નિરજંન ભટ્ટી, નિશાંત ચાવડા, ઋષીત રોહીત, અભય લખતરીયા અને સનમ શેખ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement