હરીહર ચોક પાસે વોંકળાનું કામ કરતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ધોલધપાટ
રાજકોટના હરિહર ચોક પાસે ક્ધટ્રક્શનના ધંધાર્થીએ ઘોડા બીજે બાંધવાનું કહેતા આરોપી શખ્સે ઢીકા પાટુનો મારમારી અને બાદમાં સેંટિંગ કામનો સામાનમાંથી લાકડી લઇ બેફામ મારમારી અને છરીના ઘા મારવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,પુનીતનગર શેરી નં 11 બ્લોકનં 108માં રહેતા હાર્દિક મગનભાઈ પિત્રોડાએ એ ડીવીઝન પોલીસમાં હરિહર ચોક દાતાર બાપુના તકીયા વાળી શેરીમાં રહેતા સમીર દિલાવરભાઈ લીંગડીયા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હરીહર ચોકમાં આવેલ વોકળાનું રીનોવેશનના કામનો મહાનગર પાલિકાનો કોન્ટ્રાક મે રાખેલ હોય અને હરીહર ચો દાતાર બાપુના તકિયા વાળી શેરીમાં વોંકળાની પાછળ ખુલ્લી જગ્યામાં ઉપરોકત શખસે ઘોડાનો વાડો બનાવેલ હોય જેથી મજુરોને રાખવા વાડાની બાજુમાં આવેલ પાનની કેબીન વાળાને પુછતા તે મહેમાન છું મને કંઈ ખબર ન હોવાનું કહ્યું હતું.ત્યાંથી સાઈડ પર જતો રહેલ અને વાડા વાળી શેરીમાંથી નીકળેલ ત્યારે કોઈ મહિલાએ કહ્યું કે સમીર જામનગર ગયો છે તે આવે એટલે ઘોડા ફેરવી લેવાની કહી દઈશ.
બાદ વોકળે કામ કરવો તો હતો ત્યારે સમીર આવ્યો અને તમે મારા ઘર પાસે આવી ઘોડા ફેરવવાનું કેમ કીધું તારૂૂ નામ શું છે તારી પાસે વાડો ખાલી કરાવવા ઓથોરીટી કે લેટર છે કહી ગાળો આપી લાકડી વડે હુમલો કરી ફરિવાર વાડો ખાલી કરવાનું કીધુ તો છરીના ધોદા મારી દઈશ તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.