જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ પાડવાનું શરૂ, જૂની બિલ્ડિંગમાં 15મીએ મળશે સામાન્ય સભા
રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનું બિલ્ડિંગ એકદમ જર્જરીત થઇ ગયા બાદ હવે 15મીએ યોજાનાર છેલ્લી સામાન્ય સભા બાદ સંપુણ બિલ્ડીંગ જમીનદોસ્ત કરી દેવાશે. હાલ બિલ્ડીંગ પાડવાનું શરૂ કરી દેવાયું છે. તેમજ નવા બાંધકામના ભૂમિ પૂજન માટે મુખ્યમંત્રી સહીતના મહાનુભાવોને આમંત્રણ આપવા સંબંધીતો દ્વારા કવાયત આદરાઇ હોવાની વિગતો મળી રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનું બાંધકામ ખખડી જતા આ બિલ્ડીંગ પાડવાનું શરૂ થઇ ગયું છે. જો કે બિલ્ડીંગ સંપુર્ણ જમીનદોસ્ત થાય તે પહેલા એટલે કે આગામી 15મી ઓકટોબરે જુની બિલ્ડીંગમાં જી.પં.ની સામાન્ય સભાનું આયોજન થયું છે.
પ્રસ્તુત તસ્વીરમાં દ્રશ્યમાન થઇ રહ્યા મુજબ જિલ્લા પંચાયતના જુના બિલ્ડીંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી આદરી દેવાઇ છે.આધારભૂત સુત્રોમાંથી વિગતો મળી રહી છે કે નવા બાંધકામના ભૂમિપૂજન કાર્યક્રમ માટે મુખ્યમંત્રી સહીતના મહાનુભાવોને આમંત્રણ પહોંચાડવાની સંબંધીતોએ કવાયત શરૂ કરી દીધી છે.