For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંધકામ કંપ્લિશન સર્ટિ.ની કામગીરી ઠપ્પ, નવા પ્રોજેક્ટ લટકી પડ્યા

04:47 PM Apr 28, 2025 IST | Bhumika
બાંધકામ કંપ્લિશન સર્ટિ ની કામગીરી ઠપ્પ  નવા પ્રોજેક્ટ લટકી પડ્યા

નવા નક્શાઓ RSCમાં મંજૂર નહીં થતાં બિલ્ડર અને ખરીદનારને હાલાકી, સ્ટાફના અભાવે ફાયર એનઓસીનો ભરાવો, 30 દિવસમાં નિકાલની વ્યવસ્થા અને માર્ગદર્શિકા જાહેર કરવા માંગ

Advertisement

નાના વેપારીઓને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવા, ગુડગવર્નન્સ માટે ઓપન હાઉસ અને ઈન્ટેક્ટીંગ મીટિંગોનું આયોજન કરો અને એક્સેલન્સ સેન્ટરની સ્થાપના કરવા માંગ

રાજકોટ-અમદાવાદ હાઈવેની મંથરગતિએ ચાલતી કામગીરીથી આર્થિક, શારીરિક સમય શક્તિનો વેડફાટ: ઝડપી કામગીરી કરવા માંગ: ગ્રેટર ચેમ્બર દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના વિકાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત

Advertisement

વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્નોને સરકાર સમક્ષ રજુઆત દ્વારા નિકાલ લાવતી ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લઇને તેમને વેપાર ઉદ્યોગ તથા રાજકોટ શહેરના સર્વાગી વિકાસને લગતા જુદા જુદા પ્રશ્નોની વિસ્તૃત રજુઆત કરીને તે અંગે સત્વરે પગલા લેવા માટેની રજુઆત કરેલ છે.
રાજકોટ ખાતે એકસેલન્સ સેન્ટરની રચના કરી જુદા જુદા ઔદ્યોગીક રીતે વિકાસ પામતા ઉદ્યોગો અંગેની માહિતી મળી રહે તથા આવા ઉદ્યોગો સ્થાપવા એન્ટપ્રીન્યોરને એક માર્ગદર્શન તથા ટ્રેનીંગ મળી રહે તે હેતુથી એકસેલન્સ સેન્ટર સ્થાપી વિશ્વમાં થતા નવા નવા સંશોધનોને ઉદ્યોગોનો વિકાસ થઇ શકે તે ઉદ્દેશથી આવુ અંડરવન શેલ્ટર માહિતી પ્રદાન થઇ શકે તેવું સેન્ટર સ્થાપવા માંગણી રહેલ છે.

હાલમાં ફાયર એન.ઓ.સી.ને લગતા ઘણા પ્રશ્નો ઉદભવી રહયા છે જેથી ફાયર એન.ઓ.સી. મેળવવાની એસ.ઓ.પી. બહાર પાડવી જોઇએ કે જેમાં ફાયર એન.ઓ.સી. કોને લેવુ?, કેવી રીતે લેવું?, શું પગલા લેવા, વગેરે પ્રશ્નોનો ખુલાસો થઇ જાય. તથા હાલ ફાયર એન.ઓ.સી.ની કચેરીમાં અપુરતો સ્ટાફ હોય ફાયર એન.ઓ.સી.ની અરજીનો નિકાસ સમયસર થતો નથી. ફાયર એન.ઓ.સી.ની અરજી આવ્યા બાદ કેટલા દિવસમાં તેનો નિકાલ થવો જોઇએ તેની માર્ગદર્શીકા બહાર પાડવી જોઇએ તથા ફાયર એન.ઓ.સી.ની કચેરીમાં વધારાના સ્ટાફની ભરતી કરીને અરજી 30 દિવસ સુધીમાં નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જરૂૂરી છે.

હાલમાં નવા નકશાઓ આર.એસ.સી.માં મંજુરી માટે મુકાયેલ છે તે માટે તેનો નિકાલ કરવામાં આવતો નથી અને તેને કારણે નવા પ્રોજેકટો ઠપ્પ થઇ ગયા છે અને જે પ્રોજેકટ પૂર્ણ થઇ ગયેલ છે તેમણે બાંધકામ કંપલીશન સર્ટીફીકેટની અરજી કરેલ છે તેનો પણ નિકાલ આવતો નથી. જેથી કરીને પૂર્ણ થઇ ગયેલા પ્રોજેકટો પણ મિલ્કત ખરીદનારને સોંપી શકાતા નથી. આ સંજોગોમાં બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે. નવા બાંધકામના નકશા મંજુર કરવાની અને કંપલીશન સર્ટીફીકેટ આપવાની સમયમર્યાદા જાહેર કરવી જોઇએ અને તે સમયમર્યાદામાં જ આવી અરજીઓનો નિકાલ કરવો જોઇએ.
ગુડ ગર્વનન્સ અને ઇઝ ઓફ ડુઇગ બિઝનેશના ભાગરૂૂપે GPCP અને GST ઓફીસ સાથે ઓપન હાઉસ અને ઇન્ટરેકટીંગ મીટીંગોનું આયોજન કરવા ઉપર સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રીત કરવા સુચન કરીએ છીએ.

ગુજરાત રાજયમાંથી સંપૂર્ણપણે ઓકટ્રોય નાબુદ કરવાનો નિર્ણય લેવાનો થયો ત્યારે રાજયમાં છ કોર્પોરેશનની મર્યાદામાં આવતા વેપાર ઉદ્યોગના એકમોને વ્યવસાય વેરો લાગુ પાડવામાં આવેલ. જે વ્યવસાય વેરો કોર્પોરેશન દ્વારા ઉઘરાવી સરકારની ગ્રાન્ટરૂૂપે જે-તે કોર્પોરેશન પાસે રાખવામાં આવેલ. આ વેરાનું કલેકશન કોઇ મોટી રકમનું થતું નથી અને આવી નાની રકમનું કલેકશન કરવા પણ સરકારને મોટુ ખર્ચ ભોગવવાનું રહે છે. જેથી નાના વેપારીઓને વ્યવસાય વેરામાંથી મુકત કરવામાં આવે તો આ નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે. તેથી આ તકે અમો વ્યવસાય વેરો નાબુદ કરવાની માંગણી કરીએ છીએ.

રાજકોટ ખાતે સ્થિત આજી જી.આઇ.ડી.સી.ના પ્લોટધારકોને સને 1983 થી હાલ સુધી જેટલા પણ પ્લોટ ટ્રાન્સફર થયેલ હોય તેમની સ્ટેમ્પ ડયુટી હાલના લીઝ ડીડ ધારક પાસેથી વસુલ કરવા નોટીસ પાઠવવામાં આવેલ છે. તથા તેના પર દસ ગણી પેનલ્ટી વસુલ કરવામાં આવેલ છે. જે અનુસંધાને અમારી રજુઆત છે કે જુના થયેલ લીઝડીડને બદલે હવે પછીથી જે લીઝ ડીડ થાય તેમના પર સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવે અને દસ ગણી જે પેનલ્ટીની જોગવાઇ છે તેને રદ કરવામાં આવે.

રાજકોટ અમદાવાદ હાઇવેને છ લાઇન કરવાની પ્રક્રિયા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલ છે. પરંતુ આ પ્રક્રિયા કાચબાચાલથી ચાલતી હોવાને કારણે પૂર્ણ થતી નથી. જેથી આ રોડ ઉપર અનેક જગ્યાએ ડાયવર્ઝનો આપેલ છે. અને વાહનોની ગતિ રોકાય છે. જેને કારણે રાજકોટથી અમદાવાદ સુધી મુસાફરી કરવાનો સમય ખુબ જ લાગે છે. અને રાષ્ટ્રનું પેટ્રોલીયમ પણ ખોટું વપરાશ થાય છે. આવા સંજોગોમાં આ રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરી રાજકોટ અમદાવાદ વચ્ચે મુસાફરી સરળ બને તેવા પગલા લેવા.

GST ટ્રીબ્યુનલની કચેરી વહેલી તકે કાર્યરત કરો
હાલ રાજ્યના વેટ વિભાગમાં 2016-17 અગાઉના કેસીસની અપીલ હજી પણ ચાલી રહી છે. GST Act 20177 પછી લાગુ પડ્યો હોવા છતાં, GST સંબંધિત અપીલોની પદ્ધતિ અને તેમના નિરાકરણ માટે પૂરતી કાર્યવાહી શરૂૂ થતી નથી.પરિણામે, GST અપીલોમાં પણ મોટી સંખ્યામાં કેસો પેન્ડિંગ રહે છે અને બેકલોગ વધતો જાય છે. આ હાલતના કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોનો નાણાકીય પ્રવાહ અટકે છે.ટેક્સ રિકવરીમાં પણ સરકારને વિલંબ થાય છે. ન્યાય પ્રાપ્તિ માટેની પ્રક્રિયા લાંબી અને મહેંગી બને છે.Ease of Doing Business પર નકારાત્મક અસર થાય છે.

નિકાસ વ્યવહારો માટે E-Way Bill વિના પકડાય ત્યારે કલમ 129 હેઠળ ભારે દંડ વસુલાય છે. હાલની જોગવાઈ અનુસાર, જો કોઈ વાહન E-Way Bill વિના પકડાય છે, તો GST ધારા 129 હેઠળ 200% ટેક્સનો દંડ વસુલવામાં આવે છે, ભલે વ્યવહાર નિકાસ માટેનો હોય અને સંપૂર્ણપણે Tax-Free (Zero Rated) હોય. નિકાસ વ્યવહારો પર ટેક્સ લાગુ પડતો નથી. નિકાસ હંમેશાં Zero Rated માનવામાં આવે છે. ટેક્સ ચૂકવવાનો સવાલ જ ઊભો થતો નથી. તેથી, આવા વ્યવહારો માટે ટેક્સના આધારે 200% દંડ લાદવો માત્ર એ અસંગત છે અને વ્યવસાયિક અનિશ્ચિતતા સર્જે છે. નિકાસ ટ્રાન્ઝેક્શન માટે E-Way Bill વિના પકડાય ત્યારે માત્ર ઔપચારિક દંડ લાદવામાં આવે.

ધારા 65 હેઠળ જયારે ઓડિટ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ તમામ દસ્તાવેજોનું પરીક્ષણ કરીને નિષ્કર્ષ આપે છે. ઓડિટ દરમિયાન ચૂકવણી અથવા સમજૂતી થતા કેસ પૂરાં થયેલ માનવામાં આવે છે. છતાં ઘણી વખત ઓડિટ પુરો થયા પછી પણ DRC-01 (મુલ્યાંકન માટેની નોટિસ) અથવા અજખઝ-10 (શંકાસ્પદ ચૂક અંગે નોટિસ) ફરીથી આપવામાં આવે છે. જે વેપારી / ઉદ્યોગકાર માટે અન્યાયસભર છે, અને એકજ મુદ્દા પર ડબલ કાર્યવાહી થવાનું સ્પષ્ટ ઉદાહરણ છે.આ પ્રકારની પ્રક્રિયાથી વ્યાપારીઓ પર dual complianceનો બોજો ઊભો થાય છે. ઓડિટની વિધેયતા પર પણ પ્રશ્ન ઊભો થાય છે. ન્યાયીકતા અને વ્યવહારુ સરળતા બંને પર પ્રભાવ પડે છે.

રાજકોટ ખાતે જી.એસ.ટી. ટ્રીબ્યુનલ અપીલ અધિકારીની કચેરી ચાલુ કરવાનો નિર્ણય અગાઉ લેવામાં આવેલ, તે અનુસંધાને કચેરી ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે. પરંતુ આ કચેરી હજુ સુધી સક્રિય થયેલ નથી. અને પુરતો સ્ટાફ ફાળવવામાં આવેલ નથી. તો તે બાબતે યોગ્ય કરી આ કચેરી સંપૂર્ણપણે કાર્યરત બને. જેથી સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના એકમોને અપીલના કેસોમાં રાજકોટમાં સ્થાનીક સ્થળે ઉકેલાય જેથી સરળતા રહે.

ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં ચેરમેન ધનસુખભાઇ વોરા, પ્રમુખ રાજીવભાઇ દોશી, દમંત્રી મયુરભાઇ શાહ, ખજાનચી અજીતસિંહ જાડેજા તથા નિયામક મનસુખભાઇ પાંભર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ઉપરોકત મુદ્દાઓ અંગે યોગ્ય ખાતાને આદેશ કરીને તે સમસ્યાઓનો નિકાલ લાવવા માંગણી કરવામાં આવેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement