For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનો

12:13 PM Nov 14, 2024 IST | Bhumika
ખ્યાતિ હોસ્પિ ના સંચાલકો સામે કાવતરું મનુષ્યવધનો ગુનો
Advertisement

PMJAY યોજનાનો લાભ ખાટવા પૂર્વયોજિત કાવતરુ રચી 17 દર્દીને કાપી નાખ્યા, અમદાવાદ અને કડીમાં ફરિયાદો નોંધાઇ

"ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ, રાજકોટમાં ડો.સંજય પટોળિયાના નિવાસે પણ પોલીસના દરોડા"

Advertisement

અમદાવાદના એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને બીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં દર્દીઓના મોત નીપજતા સમગ્ર હોબાળો થયો હતો. આ મામલે રાજકોટના તબીબી સહીત પાંચ સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ડો. પ્રસાંત વજીરાણીની ધરપકડ કરી છે. જયારે રાજકોટના તબીબના ઘરે અમદાવાદ પોલીસના દરોડા પડ્યા હતા.

આ અનુંસધાનમાં રાજ્યના આરોગ્ય વિભાગે એક વિશેષ કમિટીની રચના કરીને તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. જેમાં માત્ર પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવા માટે તમામને કોઇ ખાસ બિમારી ન હોવા છતાંય, ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. આ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજકોટના ડો. સંજય પટોલિયા, ડો.પ્રશાંત વજીરાણી (ઓપરેશન કરનાર), ડો. કાર્તિક પટેલ(હોસ્પિટલના ડાયરેક્ટર), ચિરાગ રાજપૂત (હોસ્પિટલના સીઇઓ) અને રાજશ્રી કોઠારી વિરૂૂદ્ધ ગુનો નોંધાયો છે.જેમાં પોલીસે બી.એન.એસ. 2023ની કલમ 105 (સાઅપરાધ મનુષ્યવધ), 110 (ગુનાઇત મનુષ્યવધ કરવાની કોશિષ), 336(3)-ખોટા દસ્તાવેજો બનાવવા, 318- ઠગાઇ અને 61 -ગુનાઇત કાવતરું રચવાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં ડો.પ્રશાંતની ધરપકડ પણ કરી અન્ય તબીબોની શોધખોળ શરુ કરી છે. જ્યારે બીજી ફરિયાદ મૃતક મહેશભાઇ બારોટના ભત્રીજા જયરામ બારોટે નોંધાવી છે. જેમાં મહેશભાઇને એન્જિયોપ્લાસ્ટી સમયે શ્વાસ ચડતા મોત થયાનું કારણ અપાયું હતું. આ અંગે ડો. પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ, સંજય પટોળિયા, સીઇઓ ચિરાગ રાજપુત, રાજશ્રી કોઠારીને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે.જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 336(3), 318 અને 61 મુજબ ગુનો નોંધાયો છે.

આરોગ્ય વિભાગે એક વિશેષ કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા બાદ સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. પ્રકાશ મહેતા એ ખ્યાતી હોસ્પિટલ કાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ડો. પ્રકાશ મહેતા ઉપરાંત, અન્ય તબીબોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. મંગળવારે આ ટીમના સભ્યોએ ખ્યાતી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરવાની સાથે રિપોર્ટ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા કે 19 દદીઓ પૈકી કોઇ દર્દીને એન્જિયોપ્લાટી અને એન્જિયોગ્રાફીની જરૂૂર ન હોવા છતાંય, પીએમજેએવાય દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર કરવામાં આવી હતી.

જેમાં મરણ ગયેલા દર્દી મહેશ બારોટની રિપોર્ટ તપાસતા જાણવા મળ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કોઇ કારણ નહોતુ અને ઓપરેશન દરમિયાન કોઇ કાળજી લેવામાં આવી નહોતી. જ્યારે મૃત્યુ પામેલા અન્ય દર્દી નાગરભાઇ સેનમાના રિપોર્ટમાં સીપીઆરની સારવારના ડેટામાં છેડછાડ કરવામાં આવી હતી અને ઓપરેશન સમયે કાર્ડિયોલોજીસ્ટની હાજરી અંગેની નોંધ પણ કરવામાં આવી નહોતી. આમ, બંને કેસમાં યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાનો બદઇરાદો સ્પષ્ટ થતો હતો.

ખ્યાતિ કાંડમાં વસ્ત્રાપુર પોલીસ દ્વારા દિવસ દરમિયાન ફરિયાદ દાખલ ન કરાતા કડી પોલીસ મથકે જીરો નંબરથી બંને મૃતકોના પરિવારજનો દ્વારા બે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે કુલ પાંચ સામે ગુનો નોંધ્યો હતો. ખ્યાતી હોસ્પિટલકાંડમાં બે દર્દીઓના મોત થવાના મામલે કડી પોલીસ સ્ટેશનમાં પણ બે ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં મૃતક નાગરભાઇ સેનમાના પુત્ર પ્રવિણભાઇ સેનમાએ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે તેમના પિતાના સારવાર દરમિયાન યોગ્ય રીતે વેન્ટિલેટર લગાવાયું નહોતુ અને સ્ટાફ પણ હાજર નહોતો.

જરુર ન હોવા છતાં દર્દીઓને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરી: કમિટીનો રિપોર્ટ


આરોગ્ય વિભાગે એક વિશેષ કમિટીની રચના કરી જેમાં સોલા સિવિલ હોસ્પિટલના ડો. પ્રકાશ મહેતા સાથે મેડીસીન વિભાગના ડોક્ટર હર્ષા જીવરાજાણી અને એનેસ્થેસીયા વિભાગના ડો. ઇલાબેન પ્રજાપતિનો સમાવેશ કર્યો છે. આરોગ્યની કચેરી દ્વારા આ ટીમના અધ્યક્ષ તરીકે પી.એમ.જે.એ.વાયના ડેપ્યુટી ડાયરેક્ટ ડો. યુ.બી. ગાંધી, કાર્ડીયોલોજીસ્ટ ડો. ગજેન્દ્ર દુબે, મેડીસીન વિભાગના ડો. હર્ષા જીવરાજની, , પી.એમ.જે.એ.વાયના ડો. શૈલેષ આનંદ, સિવિલ હોસ્પિટલ, સોલાના વહીવટી અધિકારી કે.બી. પરમારે તપાસ કરતા રીપોર્ટ પરથી પ્રાથમિક રીતે જણાઇ આવેલ છે કે આ ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હો સ્પિટલના સારવાર કરનાર ડો. પ્રશાંત વજીરાણી તથા ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપુત, સી.ઈ.ઓ. તથા તપાસમાં મળી આવે તે તમામે ભેગા મળી સરકારની પી.એમ.જે.એ.વાય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના બદ ઇરાદાથી પુર્વયોજિત ગુનાહિત કાવતરુ રચી અને દર્દીઓની વાસ્તવિક અને સાચી શારીરી ક પરિસ્થિતી ન દર્શાવી ખોટી હકિકત દર્શાવી દર્દીઓને ગેરમાર્ગે દોરી દર્દીઓ પાસે સ્ટેન્ટ મુકાવવા અને દર્દીઓ પાસે એ ન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે ખોટી રીતે સંમતિ પત્રમાં સહી લઇ તેઓનું એન્જિયોગ્રાફી અને એન્જિયો પ્લાસ્ટીની જરૂૂરીયાત ન હોવા છતાં ઓપરેશન કરી ખોટી રીતે સ્ટેન્ટ મુકી ઓપરેશન અર્થે હોસ્પિટલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકાર પાસેથી ખોટા આર્થિક લાભ મેળવવા માટેના હેતુથી બે દર્દીના મોત નિપજાવેલ હોઇ અને અન્ય દર્દીઓના મોત થાય તેવી રીતે ઓપરેશન કરી શારીરીક ઇજા પહોંચાડેલ હોઇ આ મામલે સરકારને રીપોર્ટ આપ્યા બાદ જરૂૂરી પગલાં લેવામાં આવશે.


Advertisement
Tags :
Advertisement
Advertisement