For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્ત

05:13 PM Nov 17, 2025 IST | admin
મુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્ત

ઓપરેશન ફાયરટ્રેઇલ હેઠળ એક મોટા ઓપરેશનમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગુજરાતના મુન્દ્રા બંદર પર ચીનથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા 30,000 ફટાકડા જપ્ત કર્યા. ડીઆરઆઈ એ જણાવ્યું હતું કે, માન્ય લાઇસન્સ વિના આયાત કરાયેલ આ ગેરકાયદેસર ક્ધસાઇન્મેન્ટની કિંમત આશરે ₹5 કરોડ છે. જપ્તી પાછળના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ડીઆરઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 40 ફૂટ લાંબા ક્ધટેનરના નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે, ચીનથી આયાત કરાયેલા ફટાકડા તેમાં છુપાવવામાં આવ્યા હતા. ફટાકડાની આયાત ફોરેન ટ્રેડ પોલિસી હેઠળ પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે, જેના માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ (ડીજીએફટી) અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પીઈએસઓ) નું લાઇસન્સ જરૂૂરી છે. પકડાયેલા આયાતકાર પાસે કોઈ માન્ય દસ્તાવેજો નહોતા અને તેણે તેની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

આ વર્ષના ઓક્ટોબરમાં, ડીઆરઆઈ એ મુંબઈ અને તુતીકોરિનમાં ચાઇનીઝ ફટાકડાના ગેરકાયદેસર ક્ધસાઈનમેન્ટ જપ્ત કરીને તેની દાણચોરીના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે, આવા ખતરનાક માલની ગેરકાયદેસર આયાત જાહેર સલામતી, રાષ્ટ્રીય સુરક્ષા, બંદર માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સ નેટવર્ક માટે ગંભીર ખતરો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement