For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્બરની રજૂઆતનું બજેટમાં પરિણામ

04:59 PM Jul 24, 2024 IST | Bhumika
ચેમ્બરની રજૂઆતનું બજેટમાં પરિણામ
Advertisement

13 મુદ્દામાંથી એક પણ અંશત: માન્યો નહીં છતાં તમાચો મારી ગાલ લાલ રાખવા મીઠો આવકાર!

21 જૂનના રોજ નાણામંત્રી સાથે દિલ્હી રૂબરૂ બેઠક કરી આવ્યા પણ પરિણામ નામે મોટું મીંડુ

Advertisement

ગઇકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા બજેટ જાહેર કરાયું ત્યારે રાજકોટના ઉદ્યોગપતીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગને 45 દિવસમાં પેમેન્ટનો પ્રશ્ર્ન બાબતે ચેમ્બરે અનેક રજુઆતો કરી હોવા છતાં તે બાબતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનું પ્રતીનીધી મંડળ બજેટના એક મહીના પહેલા નાણામંત્રી સાથે ખાસ મીટીંગ કરવા ગયું હતું. પરંતુ ગઇકાલના બજેટમાં રાજકોટ ચેમ્બરની 13 મુદાની રજુઆતને સંપુર્ણપણે સાઇડમાં મુકી દેવાઇ હોય તેવું સામે આવ્યું છે. આમ છતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને સર્વાગી વિકાસ કરનારૂ ગણાવીને તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવું કાર્ય કર્યું છે.

બજેટના 1 મહીના પહેલા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને ટ્રેઝરર વિનોદ કાછડીયા તા.21 જુનના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનને 13 મુદાની રજુઆતો સાથે મળ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રને આશા હતી કે ચેમ્બરના બે આગેવાનોએ નાણામંત્રી સાથે બેઠક કરી છે તો આ વખતે બજેટમાં સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને મોટો ફાયદો થશે તેવી જાહેરાત થઇ શકે છે પરંતુ બજેટમાં આ બાબતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
ચેમ્બરે નાણામંત્રીને કરેલી રજુઆતમાં ઇન્કમટેકસ એકટ 1961ના સેકશન 43બી (એચ)ની અંતગત પેમેન્ટ ચુકવણી માટે 45 દિવસની સમય મર્યાદામાંથી નિકાસકારોને મુકતી આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત મીનીમમ અલ્ટરનેટ ટેકસમાંથી આઇટી એકટ હેઠળ આવતી તમામ પ્રાઇવેટ લીમીટેડ, પ્રોપરાઇટર, પાર્ટનરશીપ, એલએલપી કંપનીઓને બાકાત રાખવાની રજુઆત કરી હતી.

ઇન્કમટેકસની જુની અને નવી સ્કીમની જગ્યાએ એક જ નવી સ્કીમ લાગુ કરવાની ભલામણ કરી હતી. વ્યકિતગત ઇન્કમટેકસમાં 10 લાખ સુધીની આવક ટેકસ ફ્રી કરવાની પણ માંગ કરાઇ હતી. તમામ પેટ્રોલીયમ પ્રોડકટ અને નેચરલ ગેસને જીએસટીમાં સમાવવાનો તથા જુના જીએસટીના કેસોના નિરાકરણ માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમની પણ માંગ કરાઇ હતી. રાજકોટમાં જવેલર્સ અને ઇમીટેશન વેપારીઓને ફાયદો થાય તે માટે સોના અને ચાંદીનો હાલનો જીએસટી દર 3 ટકાથી ઘટાડીને બે ટકા કરવાની માંગ કરાઇ હતી. ઉપરની તમામ રજુઆતોને કેન્દ્ર સરકાર દ્વારા અવગણવામાં આવતા સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગકારોમાં ભારે નિરાશા પ્રવર્તી રહી છે.

રાજકોટના ઉદ્યોગ જગતને બજેટમાં ઘણીબધી આશાઓ હોય છે અને આ આશાઓ જયારે ફળીભુત થતી નથી ત્યારે સવાલ થાય છે કે સરકાર સુધી રજુઆત પહોંચી હતી કે કેમ? અને જો રજુઆત પહોંચી હોય તો સરકારને રાજકોટના ઉદ્યોગ જગત પ્રત્યે કઇંક અણગમો હશે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગણીઓ સરકારે પુર્ણ રીતે ફગાવી દીધી છે. હવે એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ચેમ્બરનું કદ ઘટી ગયું છે કે શું?

Advertisement
Tags :
Advertisement
Advertisement