For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા, દેવા માફ કરવા માગણી

04:04 PM Nov 05, 2025 IST | admin
કાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા  દેવા માફ કરવા માગણી
oplus_262144

અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના પ્રદેશ નેતાઓ જોડાશે, 13મીએ દ્વારકામાં સમાપન

Advertisement

ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકતા હોય તો ખેડૂતોના કેમ નહીં? પાક વીમા યોજના ફરી શરૂ કરવા માંગ

ાજ્યમા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સંતોષકારક સહાયની આશા રાખીને બેઠી છે બીજી તરફ વિપક્ષ પણ ખેડૂતોને સહાય અને પાકધિરાણ માફ કરવાના મુદે આક્રમક વલણ દાખવી રહી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન લળવાની સમય દરમિયાન જ કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમા નુકશાન થયું છે ખાસ કરીને મગફળી સોયાબીન, કપાસ સહિતના પાકોને સંપૂર્ણ નુકશાન થયું છે અને વધીને અનેક વિસ્તારોમા શિયાળાની સિઝનના પાકો જેમ કે જીરુના પાકને કમોસમી વરસાદના લીધે નુકસાન થતુ છે.

Advertisement

જેને કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન ઘરનુ ગુજરાન ચલાવવા મુશ્કેલ બનશે તેમજ માલ ઢોર માટે ચારાની મોટી સમસ્યાઓ ઉદભવવાની ભીતિ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના આ તમામ પ્રકારની લાગણીને ધ્યાને લઈને ઉપરોક્ત હક્ક માટે ‘કિસાન આક્રોશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રાનું પ્રસ્થાન તા. 6 નવેમ્બર, ભગવાન સોમનાથના આશીર્વાદથી થશે અને 13 નવેમ્બરે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી સમાપન થશે.આ યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે.

લાલજીભાઈ દેસાઇ, ઋત્વિકભાઇ મકવાણા, લલિતભાઈ કગથરા, પાલભાઈ આંબલીયા, ડો. રાજદીપસિંહ જાડેજા, હિતેશભાઇ વોરા, નિદતભાઈ બારોટ, રોહિતસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના નેતાઓએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.સરકાર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ ખેડૂતોને ચુકવણી સમયે ફક્ત 30 થી 35 ટકા સહાય જ મળી રહી છે ઉપરાંત વર્ષ 2020થી પાકવિમા યોજના બંધ હોવાથી ખેડૂત સંપૂર્ણપણે સરકારની દયા પર નિર્ભર બન્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ 8 માંગણીઓ મુકવામાં આવી છે.

આ યાત્રા આવતીકાલ તા.6ના રોજ સોમનાથ મહાદેવના આર્શિવાદ મેળવી શરૂ થશે અને સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લઓમાંથી પસાર થશે તેમજ રૂટ પરના તમામ તાલુકા-જિલ્લા મથકોએ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.

કોંગ્રેસ પક્ષની 8 મુખ્ય માગણીઓ
(1) ખેડૂતોનું દેવું માફ કરો: જેમ મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તે રીતે ગુજરાતના ખેડૂતોના દેવા પણ પૂર્ણ માફ કરવામાં આવે.
પાકવિમા યોજના તાત્કાલિક શરૂૂ કરો: (2) 2020થી ગુજરાતમાં બંધ છે પરંતુ દેશના બાકીના રાજ્યોમાં ચાલુ છે.
(3) ખેડૂતોને સીધી સહાય: કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે તેથી ટેકાના ભાવના માપદંડમાં રાહત આપવી અથવા દર ખેડૂતને ₹1,35,000 થી ₹1,50,000 સુધીની સહાય સીધી જમા કરવી.
(4) ખોટી જમીન માપણી રદ્દ કરો: ભાઈ-ભાઈ વચ્ચે ઝગડા ઊભા કરનાર ખોટી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવી.
(5) જમીન સંપાદન કાયદામાં સુધારણા: ઉદ્યોગપતિઓ માટે 2013નો કાયદો રદ્દ કર્યો છે ખેડૂતોની જમીન અને સોલાર, વિન્ડ ફાર્મ કંપનીઓની દાદાગીરી સામે કડક નીતિ બનાવવી.
(6) નકલી બિયારણ-દવા પર લગામ: નકલી ખાતર, દવા, બીજના માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને ગુણવત્તાયુક્ત ખાતરની સુલભતા સુનિશ્ચિત કરવી.
(7) પશુપાલકોને સહાય: પશુદાણ, ઘાસચારો અને દૂધમાં સબસીડી આપવી હિમાચલની જેમ દૂધના ટેકાના ભાવ નક્કી કરવા.
(8) સાગર ખેડુઓ અને ખેતમજૂરો માટે વળતર:કમોસમી વરસાદના કારણે સાગર ખેડુઓ અને ભાગીયું વાવેતર ધરાવતા મજૂરોને પણ વળતર આપવું.

Advertisement
Tags :
Advertisement
Advertisement