પીપીપીના નામે ગરીબોનો આશરો છીનવવા સામે કોંગ્રેસનો આક્રોશ
રાજકોટ શહેરમાં ઝુંપડપટ્ટીઓ દુર કરી તેના સ્થાને પીપીપી ધોરણે પ્રોજેકટ તૈયાર કરી અસરગ્રસ્તોને આ સ્થળ ઉપર જ આવાસ યોજના તૈયાર કરી આવાસ ફાળવવામા આવતી હોવાની યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ અમૂક ઝુપડપટ્ટીમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારનો નીયમ મુજબ આવાસો ન મળવાની ફરિયાદો તેમજ પીપીપી બિલ્ડિરોને મોટો લાભ ખટાવાતો હોવા ના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આજ ઝુંપડપટ્ટીની વૈકલ્પિક જગ્યા ફાળવી જોઇએ તેવા આક્રોશ સાથે મ્યુ.કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી.
શહેર કોંગ્રસ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, પોતાના ઘરોમાં રહેતા લોકોએ વીસ પચ્ચીસ વારની જગ્યા પર રહેતા ઝૂંપડપટ્ટી વાસીઓને પોતાના અધિકાર માટે હેરાનગતિ ન કરવી. આપ આઈએએસ અધિકારી છો ભાજપની ભ્રષ્ટાચારી ભૂખને આધીન ન રહો એવી આપની પાસે અપેક્ષા છે પીપીપી યોજનામાં પોતાની કાયદેસરની મિલકતને ભાજપની સરકારે નિયમો બનાવી અને અનિચ્છાએ પણ આપવી પડે એવી પીપીપી યોજનામાં જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર પણ ન જઈ શકે અને પોલીસ પણ કાયદાની દ્રષ્ટિએ ન જઈ શકે પરંતુ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ મટાવવા આવા બિલ્ડરોની સાથે મિલીભગતથી સત્તાનો દુરુપયોગ કરી લોકોના મકાન પાડવાની પણ કોર્પોરેશન વ્યવસ્થા કરે છે. તેમાં પણ એક આઇએએસ અધિકારીના દરજ્જે આપ યોગ્ય પગલાં લઈ બંધ કરાવશો આ સાથે અમારી માગણી એવી પણ છે કે દરેક ભારતવાસીઓનો દેશ પર અધિકાર છે અને તેનું રહેઠાણ છીનવવાનો કોઈનો નૈતિક અધિકાર નથી માટે કોઈ પણ ઝુપડપટ્ટી વૈકલ્પિક જગ્યા વગર તેના મકાન ન તોડવા માટે અમારી અપીલ છે.
કોંગ્રસ દ્વારા વધુમાં જણાવેલ કે, વર્ષો પહેલા ગરીબ પરિવારોને 25 વારીયા પ્લોટ આપવામાં આવેલ જેના ઉપર બાંધકામ ન થયેલ હોય આજે આ પ્લોટ શહેરની મ્ધ્યમાં આવી જતા તેના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના લીધે આ પ્લોટને પીપીપી યોજના હેઠળ મુકી ગરીબો પાસેથી છીનવી બિલ્ડિરોને મોટો લાભ કરાવવામાં આવી રહ્યો છે.