ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર કે ‘આપ’નો? નવો સસ્પેન્સ
‘આપ’ના ધારાસભ્ય હેમત ખવા અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથેની તસવીરોની ભારે ચર્ચા
જામનગરમાં આમ આદમી પાર્ટીની જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવાની ઘટનાને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આપના ધારાસભ્ય સાથેનો તો અન્ય એક તસવીરમાં કોંગ્રેસના નેતા સાથેની તસવીર વાયરલ કરવામાં આવી છે.
આ ઘટના બાદ ગોપાલ ઇટાલિયાને જુતુ મારનાર ક્ષત્રપાલ સિંહનો ફોટો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે વાયરલ થયો છે.મળતા અહેવાલ પ્રમાણે ક્ષત્રપાલ સિહ કોંગ્રેસના સ્થાનિક નેતા હોવાની વાત સામે આવી હતી.કોંગ્રેસ હજુ સુધી આ મુદ્દે કોઇ અધિકારિક નિવેદન આપ્યુ નથી.
તો બીજી તરફ આ કાર્યકરની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ સમગ્ર ઘટના બાદ રાજકારણ ગરમાયુ છે. અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને પ્રહાર કરી રહ્યા છે. છત્રપાલસિંહ જાડેજા જામનગર શહેર કોંગ્રેસના કાર્યકર્તા છે. પણ તેમનો એક ફોટો અમિત ચાવડાએ પોસ્ટ કર્યો છે. અને આ ફોટામાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સાથે નાસ્તો કરી રહ્યા હોય તેવો ફોટો વાયરલ થયો છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયામાં હેમંત ખાવા અને છત્રપાલસિંહનો ફોટો મૂકી અને લખ્યું કે, જેમને તમે તમારા કહ્યા હતા, તેમને તમે લાત મારીને પાર્ટીમાંથી બહાર કાઢી મૂક્યા. પહેલા દિવસથી જ કપટ, કપટ અને વિશ્વાસઘાત તમારા લક્ષણો રહ્યા છે.