રાજકોટના શુકલ પીપળિયા ગામે ખનીજ ચોરો ઉપર કોંગ્રેસના મહિલા અગ્રણીની રેડ
રાજકોટ તાલુકાના કુવાડવા નજીક આવેલ શુકલ પીપળિયા ગામે કોંગ્રેસના મહિલા અગ્રણી મીનાબા વાળાએ જનતા રેડ કરી ખનીજ ચોરી રંગે હાથ ઝડપી લઈ સરકારી તંત્રની મિલિભગતની પોલ ખોલી હતી.
મીનાબા વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાની હદમાં કુવાડવા પાસે શુક્લ પીપળીયા ગામે સરકારી ખરાબાની જગ્યા માંથી ભાજપ પ્રેરિત સરપંચની મીઠી નજરે તેમજ ભાગ બટાઈની મલાઈ માટે ગામની સરકારી ખરાબાની જગ્યા પર ખાણ ખનીજની ખનન થઈ રહી હોય છતાં પણ તંત્રને લેખિતમાં રજૂઆત કે જાણ કર્યા વિના આંખ આડા કાન રાખીને ખનન માફીઓને છુટો દોર આપ્યો હોય તેવી જાણ થતા અખિલ ભારતીય પંચાયત પરિષદ રાજકોટ તાલુકા ના હોદેદારો મનિષાબા વાળા ચંદાબા વાળા.દિવ્યાબા વાળા રૂૂબરૂૂ મુલાકાતે વાહન મોબાઈલ કેમેરાથી ઝડપી પાડયા અને કોની પરમીશનથી સરકારી ખરાબાની જમીન માંથી ખનન કરી રહ્યા છો એવી પુછપરછ કરતા તમામ વાહનોએ તાત્કાલિક ત્યાંથી ભાગી છૂટ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની આસપાસ આવેલા મોટા ભાગના ગામડાઓમાં સ્થાનિક આગેવાનો અને તંત્રની મીઠી નજર હેઠળ બેફામ ખનીજ ચોરી થાય છે. ખાસ કરીને રાત્રીના સમયે અને સરકારી કચેરીઓમાં રજાના દિવસોમાં વધુને વધુ ખનીજ ચોરી થાય છે. ઔદ્યોકિ વિકાસ થતો હોય તેવા ખીરસરા, લોધીકા, જામનગર રોડ ઉપર, મોરબી રોડ ઉપર તેમજ અમદાવાદ હાઈવે પરના ગામડાઓમાં સરકારી ખરાબાઓમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ખાણખનીજ વિભાગ અને મહેસુલી તંત્રને બધી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.