For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી પુલ દુર્ઘટનાના પીડિતોની વ્હારે ચડશે કોંગ્રેસ

12:12 PM Jul 03, 2024 IST | admin
મોરબી પુલ દુર્ઘટનાના પીડિતોની વ્હારે ચડશે કોંગ્રેસ
Advertisement

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઇ અને પાલ આંબલિયાની પીડિત પરિવારો સાથે મુલાકાત, લડતની તૈયારી શરૂ

રાજકોટમાં અગ્નિકાંડ મામલે કોંગ્રેસના લડાયક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી,પ્રદેશ અગ્રણીઓ લાલજી દેસાઈ,પાલ આંબલિયા સહિતના નેતાઓએ રાજકોટમાં એક મહિનો પડાવ નાખ્યા બાદ પીડિતોના પરિવારોને ન્યાય અપાવવા ત્રણ ત્રણ આંદોલનના સફળ પડાવ પ્રદેશ અને શહેર કોંગ્રેસના સંગઠનને સાથે રાખી પાર કર્યા બાદ ગાંધીનગર ઢાંકણીમા પાણી લઈને મુખ્યમંત્રી આવાસનો ઘેરાવનો કાર્યક્રમની જાહેરાત કરી છે.જો કે ઇતિહાસિક રીતે રાજકોટ બંધને સફળતા મળ્યા બાદ આ ત્રણેય નેતાઓ પોતાના ઘરે હજુ નથી પહોચ્યા ! સુરત,બરોડા,બોટાદમા દુર્ઘટનાઓના પીડિતોના પરિવારો સાથે મળ્યા બાદ ગઈકાલના મોરબીમા ઝૂલતાં પુલના પીડિતોના પરિવારોને મળીને સમગ્ર કેસની તાગ મેળવીને ચર્ચાઓ કરી આગામી સમયમા લડતોની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.

Advertisement

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે મોરબીના ઝૂલતા પુલના દુર્ઘટનામા મૃત્યુ પામનારના પરિવારો સાથે આજે બે-ત્રણ કલાક સુધી ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરીને સમગ્ર માહિતીનો તાગ મેળવીને કોર્ટમાં કેસની સ્થિતિ,પરિવારોની આર્થિક સ્થિતિ,તપાસમા અધિકારીઓની કેવી ભૂમિકાઓ જેવી બાબતોનો પણ પરામર્શ કર્યો હતો. આ દુર્ઘટનામા અનેક પીડિત પરિવારોએ પોતાની વ્યથા રજૂ કરી હતી જેમા એક પિતાએ જણાવ્યુ હતુ કે મારો એકનો એક પુત્ર ગુમાવ્યા બાદ હજુ મને રાત્રે ઊંઘ નથી આવતી! બીજા એક દાદાએ પોતાના ત્રણ નાના કુમળા પ્રપૌત્ર ગુમાવ્યા હતા જે તેઓના ત્રણેય ફોટાઓ આગેવાનોને બતાવતાં સમયે તેઓનું હૃદયદ્રવી ઉઠતા દુખના આંસુ વહેવા લાગ્યા હતા અને જણાવ્યુ હતુ કે હજુ સુધી અમારી કોઇએ હાલચાલ પૂછ્યા નથી,અમારા પર શુ વીતતી હશે એ અમને જ ખબર જ છે ! અમારે સરકાર કે જયસુખ ગમે તેટલી સહાય આપે તેને શુ ધોયને પીવી ! આક્રોશ સાથે અનેક પીડિતોએ જણાવ્યું હતુ કે મુખ્ય આરોપી તો પૈસાના પાવરએ જેલમાંથી છૂટી ગયો છે પણ અમને હજુ અમારા પરિવારજનો શાંતિથી રહી નથી શકતા ! જે પીડિતોના મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે તેઓના ઘરે એક વાર પણ જયસુખ પટેલે રાશન પણ નથી મોકલાવ્યું ! અમારા મોરબીના રાજવી ખુબ ભલા છે તેઓ વિદેશમાંથી અહી આવીને બ્ધાના હાલચાલ પૂછે છે અને 6-6 મહિના સુધી જરૂૂરિયાતમંદ પીડિતોને તમામ રીતે મદદ કરીને રાશન મોકલાવ્યુ હતુ.

ગુજરાતની તમામ મોટી દુર્ઘટનાઓ કે જેમા સરકાર અને વહિવટીતંત્રની લાપરવાહીના કારણે બની છે તેમા હવે કોંગ્રેસ પીડિતોના પરિવારોને ન્યાય મળે તે અર્થે સરકારને સપૂર્ણપણે ઘેરીને તપાસ નોનકરેપ્ટેડ અધિકારીઓ પાસે સોંપવીને પીડિતોની માંગણીઓ જે જે છે તે પૂર્ણ કરવા આંદોલનો છેડવાના છે.આ અંગે કોંગ્રેસના સૂત્રોએ જણાવાયું હતુ કે અમે આ અંગે ગાંધીનગરમા તમામ દુર્ઘટનાઓના પીડિતોને સાથે રાખીને 15000 લોકોની સાથે સમગ્ર ગુજરાત કોંગ્રેસ મુખ્યમંત્રી આવસનો ઘેરાવ કરવાના છે જેથી સૂતેલી સરકાર જાગે અને પીડિતોની માંગણીઓ સ્વીકારાય. ભાજપ સરકારના મોટા નેતાઓ અને વહિવટીતંત્રમા ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગતથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓમા કોઇ નિર્દોષ લોકોનો ભોગ ના બને તે માટે અમારો પ્રયાસ છે.આગામી સમયમા અમે તમામ દુર્ઘટનાઓના પીડિતોના પરિવારોને સાથે રાખી કોર્ટથી માંડી રસ્તાઓમા લડવા માટે તેઓના પડખે ઉભા રહી માનવતા ધર્મ નિભાવશું.

Advertisement
Tags :
Advertisement
Advertisement