ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સત્તાના વનવાસમાં રહેલી કોંગ્રેસ જૂના જોગીઓના શરણે

04:58 PM Mar 13, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરના સિનિયર નેતાઓ અને સમર્થકો સાથે બેઠક કરી વિવિધ મુદ્દે મનોમંથન: સૂચનો મુજબ રણનીતિ ઘડવા હોદ્દેદારોની ખાતરી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં સતાનો વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ કોર્પોરેશનમાં કબજો જમાવવા એ જુના જોગીઓના શરણે ગઇ છે. રાજકોટમાં ઘણા સમયથી ઘરે બેસી ગયેલા કોંગ્રેસના સિનિયર નેતાઓ અને સમર્થકોની બેઠક જાગનાથ કાર્યાલય ખાતે મળી હતી અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરી મહત્વના સુચનોને સ્વીકારી આગામી કામગીરી કરવા વર્તમાન નેતાઓએ ખાતરી આપી હતી. રાહુલ ગાંધીના પ્રવાસ બાદ કોંગ્રેસીઓમાં ચેતના જાગી હોય તેમ આ બેઠકને નિર્ણાયક ગણવામાં આવી રહી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ જૂના વડીલોની અને કોંગ્રેસના વિચારને પારખે છે તેવા કોંગ્રેસને વરેલા રહ્યા હોય તેવા બુઝુર્ગોની એક બેઠકમાં સજેશનનો આવ્યા છે. ભાજપનો ભ્રષ્ટાચાર હવે સીમા વટાવી રહ્યો છે સામાન્ય માણસને એ મુશ્કેલીમાં મૂકી રહ્યો છે કોંગ્રેસના વિચાર તો મજબૂત છે અને કોંગ્રેસનો કાર્યકર પણ વધારે મજબૂતાઈથી બહાર આવે તેવા તેમના સૂચનો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યા હતા તેમજ દર મહિને મળતું રહેવું નિ:સ્વાર્થ પણે જુદી જુદી જવાબદારીઓ પણ નિભાવવાની ઘણા વડીલો એ વાત કરી છે નવા મજબૂત લોકોને જોડવાની વાત પણ કરી છે સંગઠનને કેમ મજબૂત કરવું તેમાં ઊંડી ચર્ચા કરી હતી. જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરી છે.

કોંગ્રેસનો કાર્યકર શેરીએ શેરીએ છે તેમને જગાડીને એક નિષ્ઠાવાન તેમને કોર્પોરેશનમાં શાસનમાં બેસાડવી અને રાજકોટને કદી ન જોયું હોય તેવું એક શાસન આપવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. જુના કાર્યકરો એ નવા યુવાનો ઊભા કરવા અને ભાજપનો ડર લોકોમાંથી કાઢવો યુવાનોને વડીલો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે દરેક ઉપસ્થિત સિનિયર સિટીઝનો એ પદ કે હોદા વગર કામ કરવાની સંમતિ આપી હતી.

બેઠકમાં વર્ષો સુધી કોંગ્રેસની સાથે જોડાયેલા સિનિયર સિટીઝનો માં સુધીરભાઈ જોશી, નાથાભાઈ કિયાડા, તખુભા રાઠોડ, જીતુભાઈ ભટ્ટ, એડવોકેટ રવિભાઈ ગોગીયા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, જયંતીભાઈ કાલરીયા, એડવોકેટ જયંતભાઈ ગાંગાણી, એડવોકેટ બાબુભાઈ માવાણી, પરસોતમભાઈ પીપળીયા, ભલાભાઇ ચૌહાણ, મોહનભાઈ સોજીત્રા, લાધાભાઈ બોરસરીયા, રામભાઈ આહીર, હરભમભાઈ મોઢવાડિયા, રહીમભાઈ સાડેકી, ગોવિંદભાઈ સભાયા, ભૂપતસિંહ ઝાલા, એડવોકેટ વલ્લભભાઈ સગપરીયા, રંજનબેન ખખ્ખર, કંચનબેન વાળા, ડો. નિશાંતભાઈ ચોટાઈ, મનુભાઈ કોટક, પરેશભાઈ પંડ્યા, બાબુભાઈ ડાભી સહિતના બુજુર્ગો ઉપસ્થિત રહી તેમના વ્યાજબી સૂચનો અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, ઇન્દ્રનીલભાઇ રાજગુરુ દ્વારા માર્ગદર્શન અને સૂચનોની નોંધ કરી અમલીકરણ કરવા બાહેધરી આપી હતી.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement