મોરબીમાં સ્વાભિમાન યાત્રા પહોંચતા કોંગ્રેસ દ્વારા સ્વાગત
ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર તરફ રવાના
ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિકોના સ્વાભિમાન માટે યાત્રા કાઢવામાં આવી રહી છે જે યાત્રા આજે મોરબી આવી પહોંચતા કોંગ્રેસ આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે એક માજી સૈનિકની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
ગુજરાત માજી સૈનિક સંગઠન આયોજિત સૈનિક સ્વાભિમાન યાત્રા ભુજથી મોરબી આવી પહોંચી હતી મોરબી ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું મોરબી ખાતે સ્વાગત કાર્યક્રમ દરમિયાન માજી સૈનિક માલાભાઈ પટેલની તબિયત બગડી હતી ઉલટીઓ થવા લાગતા માજી સૈનિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા માજી સૈનિકનું બીપી ઘટી ગયું હોવાથી તબિયત બગડી હોવાનું ડોકટરે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું જણાવ્યું હતું સૈનિક સ્વાભિમાન યાત્રા મોરબીથી ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર થઈને રાજકોટ તરફ જશે.