જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને કોંગ્રેસનો આવકાર
જિલ્લા પંચાયતમાં પોસ્ટર પ્રદર્શન કરી કોંગ્રેસે લડતને સફળ ગણાવી
સરકાર અને વડાપ્રધાને જાતિગત વસ્તી ગણતરી અંગે નો છેદ ઉડાડી દેતા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ જાતિગત વસ્તી ગણતરી કરવી જ પડશે. તત્કાલીન સમયે શાસક પક્ષના સભ્યો અને તેના સાથી પક્ષોએ રાહુલ ગાંધીનું અપમાન કર્યું હતું પરંતુ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મારું ગમે તેટલું અપમાન કરો પણ તમારે જાતિગત વસ્તી ગણતરી કરવી જ પડશે એવું છાતી ઠોકીને કહી દીધું હતું અને અંતે સરકારે પીછેહઠ કરવી પડી અને નિર્ણય કરવાની ફરજ પડી કે આગામી દિવસોમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની ફરજ પડશે.
કોંગ્રેસની ઉગ્ર રજૂઆતના પગલે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટ મંત્રીની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. કોંગ્રેસની સફળ રજૂઆતના સફળ પડઘા પડતા જિલ્લા પંચાયત ચોક ખાતે રાહુલે કીધું એમ મોદીએ માનવું પડ્યું અને ઝુકતા હૈ, ઝુકાને વાલા ચાહિયે રાહુલ ગાંધીના પોસ્ટરો સાથે ઉત્સવ ઉજવ્યો હતો. અને જિલ્લા પંચાયત ચોક ખાતે મોં મીઠા કરી ઉત્સવ ઉજવ્યો હતો.જિલ્લા પંચાયત ચોકમા રાહુલ ગાંધી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ રાહુલ ગાંધી જિંદાબાદ સહિતના સૂત્રો પોકારી જિલ્લા પંચાયત ચોક ગજવી મૂકવામાં આવ્યો હતો.