જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો ખડગેના હસ્તે પ્રારંભ
ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સક્રીય બનેલ છે. આજથી જુનાગઢ ભવનાથમાં પ્રેરણાધામ ખાતે દસ દિવસની પ્રશિક્ષણ શિબિર શરૂ કરવામાં આવી છે.
આ શિબિરનુ ઉદઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે રાહુલ ગાંધી પણ બે દિવસ આ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા આવનાર હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે કવાયત શરૂૂ કરી છે. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન બાદ ગુજરાતમાં નવસર્જન કરતા અનેક જિલ્લા અને શહેરોના પ્રમુખો બદલ્યા છે. હવે આ નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલી આ પ્રશિક્ષણ શિબિર 19મી સપ્ટેમ્બર સુધી ચાલશે, જેનો પ્રારંભ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે થયો હતો.
ખડગે સવારે કેશોદ એરપોર્ટ પર આવ્યા હતા ત્યારબાદ 11:30 વાગ્યે શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.
આ શિબિરમાં સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના અગ્રણી નેતાઓ પણ હાજર છે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ એક દિવસ માટે આ શિબિરમાં હાજરી આપે તેવી શક્યતા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ એક દિવસ માટે શિબિરમાં હાજરી આપી શકે છે.