શુક્રવારથી બે મહિના સુધી કોંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 5 ફેઝમાં ગુજરાતના દરેક જિલ્લામાં યાત્રા ફરશે, ગામડે ગામડે સભાઓ કરી સરકારને ભીડવશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતની યાત્રા કરશે. કોંગ્રેસની 21મીથી જન-આક્રોશ યાત્રા યોજાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે નજન આક્રોશ યાત્રાથની જાહેરાત કરી છે. અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ખેડૂતો, યુવાનો, મહિલા, મોંઘવારી સહિતના મુદ્દાઓ સાથે યાત્રાનું આયોજન કરાયુ છે. 60 દિવસની જન આક્રોશ યાત્રા રાજ્યના 5 ફેઝમાં ફરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, 21 નવેમ્બરથી પ્રથમ ફેઝની યાત્રાની શરૂૂઆત થશે. ઉત્તર ગુજરાતમાં શરૂૂ થયેલી પ્રથમ ફેઝની યાત્રાનું બહુચરાજીમાં સમાપન થશે. યાત્રામાં જનતાને સ્ટેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જન આક્રોશ યાત્રા 7 જિલ્લા અને 40 તાલુકાઓમાં યાત્રા પસાર થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે. કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સમયે ખેડૂતોની વેદના જાણવા માટે કોંગ્રેસ ખેડૂતો પાસે ગામડે પહોચશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે. રાજ્યભરમાં જન આક્રોશ યાત્રા યોજવાની જાહેરાત કરી છે. આગામી 21 નવેમ્બરના વાવ થરાદથી યાત્રાની શરૂૂઆત થશે. ઢીમાથી પહેલા ફેઝની યાત્રાની શરૂૂઆત કરવામાં આવશે. પહેલા ફેઝની યાત્રાનું બેચરાજીમાં સમાપન થશે. છેલ્લા 3 દાયકાના શાસનમાં ભાજપે અંગ્રેજોનું શાસન હોય તે રીતે કામ કર્યું છે. ડર અને ભયનો માહોલ ભાજપ સરકારે ઊભો કર્યો, એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતાના પૈસાથી સરકારની તિજોરીઓ ભરાય છે.
કોંગ્રેસે અલગ અલગ 5 ઝોનમાં વિસ્તારોને વિભાજિત કર્યા છે. આ તમામ 5 ફેઝમાં જન આક્રોશ યાત્રા યોજાશે. ઉત્તર ગુજરાતમાં 1100 કિલોમીટર સુધીની યાત્રામાં તમામ ઝોનમાં આવતા ગામડાઓમાં જાહેર સભા યોજશે. તેમજ આ વખતે યાત્રામાં જનતાને સ્ટેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.21 નવેમ્બરથી કોંગ્રેસ રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂૂઆત કરશે, ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂૂઆત થશે. ઢીમા, ધરણીધરથી થરાદ, લાખણી, ધાનેરા, ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, અંબાજી, ખેરોજ, ખેડ બ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજેન્દ્ર ચોકડી, શામળાજી, મેઘરજ, સાઠંબા, માલપુર, બાયડ, ધનસુરા, દહેગામ, ચિલોડા, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર, બેચરાજી ખાતે પુર્ણાહૂતિ થશે.