For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં એપ્રિલમાં કોંગ્રેસ કાઢશે સંવિધાન બચાવો યાત્રા

03:36 PM Mar 06, 2025 IST | Bhumika
ગુજરાતમાં એપ્રિલમાં કોંગ્રેસ કાઢશે સંવિધાન બચાવો યાત્રા

Advertisement

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા ધબડકા પછી રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ એપ્રિલ મહિનાથી એક્ટિવ મોડમાં જોવા મળશે સંવિધાન બચાવો યાત્રા કાઢવાની પણ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે જાહેરાત કરી છે.

ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે.આ પહેલાં છેક 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. તારીખ 8-9 એપ્રિલ 2025ના દિવસે અઈંઈઈ અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલ અમદાવાદ પહોંચ્યા હતાં. ત્યારબાદ મંગળવારે (4 માર્ચ) બપોરે ત્રણ વાગ્યે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ હતી. જેને પગલે રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

Advertisement

તેવામાં ગુજરાત કોંગ્રેસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એપ્રિલ મહિનાથી ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળશે. રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થતાંની સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં શરૂૂ કરશે યાત્રા. 14મી એપ્રિલ આંબેડકર જયંતીના દિવસે સમગ્ર ગુજરાતમાં શરૂૂ કરશે પસંવિધાન બચાવો યાત્રાથ. કોંગ્રેસની આ સંવિધાન બચાવો યાત્રા લાંબા સામે સુધી ચાલશે જેમાં રાહુલ ગાંધી પણ જોડાય તે અંગે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement