For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન: કોંગ્રેસનો ટોણો

05:57 PM May 17, 2025 IST | Bhumika
એઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન  કોંગ્રેસનો ટોણો

Advertisement

રાજકોટ મુલાકાત બાદ પણ યોગ્ય નિરાકરણ નહીં લાવ્યાના કોંગ્રેસના આક્ષેપ

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવે છે કે ગઈકાલે રાજકોટમાં શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતોના રમતગમત મંત્રી કેન્દ્રીય મંત્રી પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા ગઈકાલે રાજકોટ આવી આજે સવારે ચૂપચાપ રવાના થઈ જતા એઇમ્સ હોસ્પિટલ અને રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રશ્નો અધ્ધરતાલ રહ્યા છે.

Advertisement

જવાબદાર અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સાંભળતા નથી અને એઇમ્સ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો નથી દસેક કિલોમીટર દૂર છે. દર્દીઓને સુવિધા ને બદલે દુવિધા મળતી હોય ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિમ્સ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી ભ્રષ્ટાચાર ચાલે છે. જવાબદારો પોતાની મનમાની કરી રહ્યા છે અનેક અણ ઉકેલ પ્રશ્નો છે.

આજ રીતે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જ્યાં પણ મુસાફરોને સામાન્ય પ્રાથમિક સુવિધા મળતી નથી અને રોજબરોજ ટેક્સી પાર્સિંગ માટે હપ્તા ઉઘરાવવામાં આવે છે. વાઇફાઇ અને નેટ જેવી સુવિધા નો અભાવ છે તાજેતરમાં જ મુસાફર દ્વારા વિડીયો વાયરલ થયો હતો એમાં પણ મુસાફરોને પડતી અનેક તકલીફો છે અને જિલ્લા કલેકટર ની બેઠકમાં પણ ચૂંટાયેલા ધારાસભ્યોએ જણાવ્યું હતું કે ડાયરેક્ટર અમારું સાંભળતા નથી.
એઇમ્સ અને એરપોર્ટના અનેક પ્રશ્નો હોવા છતાં આ પ્રશ્નોનું જવાબદારો સાથે બેઠક કરી નિરાકરણ લાવવાને બદલે સાંસદ ચુપચાપ રાજકોટ થી રવાના થઈ ગયા હોય ત્યારે જે કાંઈ પ્રશ્નો છે તે તાત્કાલિક એનો ઉકેલ લાવે એવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement