રાજુલામાં દારૂ-ડ્રગ્સ મુદ્દે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસનું કલેકટરને આવેદન
યુવાનોના ભવિષ્ય, કાયદો, વ્યવસ્થા અને સમાજમાં ફેલાતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા માંગ
વડ ગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણું દ્વારા દારૂૂ ડ્રગ્સ મુદ્દે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે ટીપણીનું સમર્થન કરવા આજે રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ગુજરાત રાજ્યના વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તેમજ ગુજરાતના ખેડૂતો યુવાનોની સૌથી મોટો અવાજ એવા જીગ્નેશ મેવાણીએ છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં વધતા દારૂૂ ડ્રગ્સ નસીલા પદાર્થો અને તેની પાછળ રહેલી પોલીસની ભૂમિકા બાબતે ગંભીર મુદ્દાઓ જાહેર મંચ પર ઉઠાવ્યા છે મેવાણી દ્વારા પુછાયેલા પ્રશ્નો રાજ્યના યુવાનોના ભવિષ્ય કાયદો વ્યવસ્થા અને સમાજમાં ફેલાતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે જરૂૂરી ત્યારે આજે રાજુલા કોંગ્રેસ પરિવાર દ્વારા રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ આયોજન પત્રમાં વિવિધ સાત જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવેલા છે સાથે સાથે કોંગ્રેસ પરિવારના સભ્યો દ્વારા આ બાબતે સરકાર દ્વારા યોગ્ય ઘટતું થાય તેવું પણ જણાવેલ છે.