સૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનો હલ્લાબોલ: કુલપતિ ચેમ્બરને તાળાબંધી

  વિવાદોનો મધપૂડો કહી શકાય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામા પણ કઈકને કઈક વિવાદો વકર્યા કરે છે તેમ આ વર્ષે પણ પીએચડીની 80% સીટો…

 

વિવાદોનો મધપૂડો કહી શકાય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામા પણ કઈકને કઈક વિવાદો વકર્યા કરે છે તેમ આ વર્ષે પણ પીએચડીની 80% સીટો ખાલી રહેતા બે દિવસ પહેલા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુત અને તેની ટીમે કુલપતિને રજૂઆત કરીને નિર્ણય બદલાવવા ચિમ્મકી ઉચ્ચારી હતી અને અલ્ટીમેટમ આપ્યુ હતુ જેને લઇને આજે કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોએ કુલપતિની ઓફિસનો ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યો હતો અને તાળાબંધી કરી હતી.

કોંગ્રેસની સ્પષ્ટ માંગ હતી કે તમે પીએચ.ડી.ના પ્રવેશમા યુજીસીના નિયમોની હઠ પકડીને પ્રક્રિયા જટિલ બનાવી હતી અને બાદમા સીટો ખાલી રહી તો કેમ મનગણત નિર્ણયો લ્યો છો ! વિદ્યાર્થી કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે જે વિદ્યાર્થીઓએ ભૂતકાળમા સૌ.યુની. ની જ પીએચડી પ્રવેશ પ્રક્રિયા પાસ કરી છે તેઓને જે તે સમયે ગાઈડોના અભાવે પ્રવેશ નોહતો મળ્યો તો એમને પણ ખાલી રહેલ સીટોમા રજીસ્ટેશન કરી તક આપવી જોઈએ. પરંતુ કુલસચિવે ખાલી સીટોમા માત્ર જીસેટ અને જીઆરફ પાસ ઉમેદવારોને જ રજિસ્ટ્રેશન માટેના નિયમો બનાવતાં વિદ્યાર્થીઓમા રોષ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પીએચ.ડી.માં એડમિશન માટે જીકાસ મારફત ઓનલાઈન ફોર્મ ભરવાનું 1 ઓક્ટોબરથી શરૂૂ થઈ ગયું હતુ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડે મોડેથી 5 ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓએ નીટ એટલે કે નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને જ પીએચ.ડી.માં એડમિશન મળશે.

જેનાથી ભૂતકાળમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે તેવા હજારો વિદ્યાર્થીઓએ પાસ કરેલી હતી તેઓની પરીક્ષા રદ થઈ ગઈ હતી. નીટ ફરજિયાત હોવાને લીધે 212 માંથી 169 સીટ ખાલી રહી હતી અને 55 સીટ જ ભરાઈ હતી. સતાધિસોના મનગણત નિર્ણયના લીધે પીએચડીમા એડમિશન માટે હવે ફરી વખત ડી.આર.સી.ગોઠવવી પડશે અને તેમાં એક્સપર્ટને બોલાવવાનો સહિતનો અંદાજે રૂૂ. 20 લાખનો ખર્ચ બીજી વખત થશે! સતાધિસોને વિદ્યાર્થીઓના હક પૈસા પાણીની જેમ ઉડાડવાની ટેવ હજુ નથી ગઈ તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામા આવ્યા હતા.રોહિતસિંહ રાજપૂતે કહ્યું હતુ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિસોએ એક વખત નિર્ણય કર્યા બાદ કેમ પોતાના જ નિર્ણયને બદલવો પડે ? અમારી સ્પષ્ટ માંગ છે કે જો નિયમ ઘડો તો તેનુ અમલીકરણ કરવા છેલ્લે સુધી સુનિચ્છિત રહો અન્યથા જો તે નિર્ણયમા ઇન્ચાર્જ કરવા ઈચ્છો છો તો તમારૂૂં હિત નહી વિદ્યાર્થીઓનુ હિત ઇચ્છીને જ ફેરફાર કરો. આજના વિરોધપ્રદર્શનમા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુત,જીત સોની,યશ ભીંડોરા, પ્રશીલ રાજદેવ,રાજ પટેલ, પ્રદ્યુમન બારડ,સુનિલ સોરઠિયા, મોહીદ સેતા,હેત પટેલ સહિત જોડાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *