ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના વાવડી રોડનું કામ ચાલુ ન થતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

12:54 PM Jul 09, 2025 IST | Bhumika
Advertisement

મોરબી મનપાએ વાવડી રોડને રૂૂ.1 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાના કામનું 6 મહિના પૂર્વે ખાતમુહૂર્ત કર્યા બાદ આ રોડ બનાવવાની દિશામાં કોઈ કામગીરી ન કરતા હાલ વરસાદમાં પાણી ભરાવો થવાથી લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈને કોંગ્રેસે પોલ ખોલ કાર્યક્રમ યોજી મનપાની ઢમ ઢોલ માંહે પોલની નીતિને ઉજાગર કરી હતી. સાથે આઇકોનીક રોડના નામે ભાજપ અને તંત્ર તેમજ કોન્ટ્રાકટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો હતો.

Advertisement

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મોરબી મ્યુનિસિપલ કમિશનર અને મોરબીની ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્યએ આ રોડને આઇકોનીક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્તને 6 મહિના થયા છતાં કોઈ કામગીરી શરૂૂ કરવામાં આવી નથી. આ રોડ ઉપર કચરો, કાદવ અને વરસાદના પાણીમાં ગરકાવ છે. મોરબીની જનતાને મૂર્ખ ન સમજો, તમારી જ ભાષામાં જવાબ આપવામાં પ્રજા થનગની રહી છે. આજે કોંગ્રેસની ટીમે પોલ ખોલ કાર્યક્રમ યોજી વાવડી રોડના સ્થાનિકોને મળી પ્રશ્ન ઉજાગર કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે 25 વર્ષથી ધારાસભ્યએ કઈ કર્યું નથી. નરેન્દ્રભાઈની વાહ વાહ કરવાને બદલે રોડ રસ્તા, ગટર જેવા પ્રશ્નો છે તેને દૂર કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે આઇકોનીક રોડના નામે તંત્રએ અત્યાર સુધીમાં માત્ર ડિવાઈડર વચ્ચે વૃક્ષો એક અઠવાડિયા

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement