રાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારી
કામ પૂરુ ન થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવવા લડી લેવાની તૈયારી,NHA1ને 10 હજાર ઈ-મેઈલ, ટોલનાકે ધરણા, ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવાની જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિની જાહેરાત
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેના ગોકળગાયની ગતિએ ચાલતા કામ મુદ્દે કોંગ્રેસ દ્વારા આક્રમક રજૂઆત બાદ હવે કલેક્ટર તંત્ર પણ દોડતુ થયું છે. એનએચએ-1ના જવાબદાર અધિકારીઓએ પાસેથી લેખિત જવાબો માંગી લેવાયા છે. તેમજ કોંગ્રેસ દ્વારા અધૂરા બનેલા રોડ પર ટોલ-ટેક્સ લેવાના મુદ્દે પણ લડી લેવાની જાહેરાત કરાઈ છે અને PIL કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિના ક્ધવીનર રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે લોકોને પડી રહેલી હાલાકી મામલે અમારી સમિતિની લડત બાદ રાજકોટ કલેક્ટરશ્રી ખૂબ ગંભીર રીતે સબંધિત વિભાગો પાસેથી ચોકચાઈ રીતે કામ કઢાવી રહ્યા છે અને તેનો વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યાથી અને 3 બ્રિજો ચાલુ કરાવાની જાહેરાત,માર્શલો મુકવાની કામગીરી જેવી બાબતોથી વાહનચાલકોને મહદ અંશે રાહત પણ થઈ છે જેથી તે કામગીરી આવરદારક છે પરંતુ અમારી માંગ મુજબ જ્યાં સુધી હાઇવેની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી વાહનચાલકોને ટોલમાંથી સપૂર્ણરીતે મુક્તિ આપવાની છે. જો ડાયરેક્ટેટNHAઈં ક્ષફ 2008 ફી રૂૂલ મુજબ 25% રાહત આપવાની વાત કરતા હોય તો રોડની હાલત જોતા નિયમ એવો પણ લાગુ પડે કે ટોલ વસૂલી જ ના શકે ! બંને ટોલપ્લાઝા પર સદંતરે ટોલ વસૂલાત નિયમ વિરુદ્ધ થઈ રહી છે જે અમે સાબિત કરીને રહેવાના છે.અમારી લડતો બાદ આ સમસ્યાની બાબત દિલ્લી સુધી પહોંચી છે અને ખુદ NHAIના ચેરમેન દેખરેખ રાખી રહ્યા છે તેવુ આ પ્રોજકેટના ડાયરેક્ટર દ્વારા અમને જણાવવામા આવ્યું છે.
અમે આગામી દિવસોમા આ હાઇવે પરના તમામ તાલુકાઓમા અને અન્ય જિલ્લાઓમા આવેદનપત્ર આપીને રજુઆત કરવાના છે. માર્ગ અને પરિવહન મંત્રાલયને અને નેશનલ હાઇવે ઓથોરિટીને દસ હજાર (10,000) જેટલા ઇમેઇલ કરાવીને હાઇવેની સ્થિતિને સુધારવા અને સપૂર્ણ ટોલમુક્તિની માંગ કરવાના છે.જો અમારી માંગો સ્વીકારવામા નહીં આવે તો રચનાત્મક રીતે અલગ અલગ કાર્યક્રમો યોજવામા આવશે જેમ કે હાઇવે પર ધરણા પ્રદર્શન કરીશું,ટોલ પર પત્રિકા વિતરણ,હાઇવે ચક્કાજામ જેવા કાર્યક્રમો કરીને વિરોધ દર્શાવીશું.
આ મુદ્દે રોહિતસિંહે જણાવ્યુ હતુ કે જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ સમિતિ આગામી દિવસોમા જ કોર્ટના દરવાજા ખખડાવવીને પિટિન્શન (જાહેરહિતની અરજી) કરવાના છે જેથી તમામ દિશાઓથી જે દિશાથઈ આ સમસ્યા મુદે લોકોને ફાયદાઓ થાય તે માટે અમારા પ્રયાસો ચાલુ રહેશે.
ચમત્કાર વિના નમસ્કાર નહીં, વીરપુરનો નવો બ્રિજ આજથી જ ચાલુ કરી દેવાયો
નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે વીરપુર નજીક આવેલા એક બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.અને તેને આજથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી એક અઠવાડિયાની અંદર અન્ય બે બ્રિજની કામગીરી પણ પૂર્ણ થશે અને તે પણ ખોલી નાખવામાં આવશે. આ બ્રિજ ખુલ્લા થવાથી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રાહત થશે તેવી અપેક્ષા છે. કોંગ્રેસ દ્વારા આક્રમક આંદોલનની શરૂઆત કરતા નવા બનેલા બ્રીજ પણ તાત્કાલીક ચાલુ કરી દેવામાં આવશે તેમજ કલેક્ટરે જણાવ્યા પ્રમાણે ટ્રાફિકજામ થાય ત્યાં માર્શલ પણ ગોઠવી દેવામાં અઆવ્યા છે.