કોંગ્રેસના પાટીદાર નેતાએ ખડગેનો સમય માગ્યો
ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા રૂબરૂ મળવા જશે
ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યા બાદ હવે પ્રદેશપ્રમુખપદ માટે કોંગ્રેસના નેતાઓ વચ્ચે રેસ લાગી છે. પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે અને રાહુલ ગાંધીને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો છે.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરૂૂજી ઠુમ્મરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાંથી કોંગ્રેસના પાટિદાર સમાજના આગેવાનોએ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી છે.
તેઓ ગુજરાત કોંગ્રેસની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માંગે છે. વિશેષ છે કે, વિરજી ઠુમ્મર આ પહેલાં પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આવો પત્ર લખી ચુક્યા છે. પાર્ટીમાં પાટિદાર નેતાઓના યોગદાન અને તેમનામાં રહેલી અસંતોષની ભાવનાઓ અંગે ચર્ચા કરવી જરૂૂરી હોવાનો તેમનો મત છે.
તાજેતરમાં કોંગ્રેસના પાટિદાર નેતાઓની એક ગુપ્ત બેઠક પણ યોજાઈ હતી. આ બેઠક અમદાવાદ નજીકના એક ખાનગી ફાર્મ હાઉસમાં યોજાઈ હતી. જેમાં વિમલ ચુડાસમા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને ગૌરવ પંડ્યા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. બેઠકમાં પ્રદેશ કોંગ્રેસમાં પાટિદાર નેતાઓના વલણ અને હાઇકમાન્ડ સાથે સંવાદ વધારવાની જરૂૂરિયાત પર ચર્ચા થઈ હતી. હવે આ મામલે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કઈ રીતે પ્રતિસાદ આપે છે તે જોવું રસપ્રદ બનશે. રાજ્યના રાજકીય વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આ મિટિંગ મોટા ફેરફારની શરૂૂઆત સાબિત થઈ શકે છે.
ગેનીબેન જિલ્લો સંભાળી શકતા નથી અને પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
બનાસકાંઠાના જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ સંસદ ગેનીબેન ઠાકોર સામે નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી ભરતસિંહ વાઘેલાનું નામ નક્કી હોવા છતાં ગેનીબેન ઠાકોરે ભરતસિંહ વાઘેલાનું પત્તુ કપાવી દેવાના આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી છે. ભરતસિંહ વાઘેલાનું નામ કાપી ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ બનાવ્યાનો આક્ષેપ તેઓએ પાર્ટી સામે કર્યો છે. તેમણે કહ્યું કે, મને ગુલાબસિંહ રાજપૂત સામે કોઈ વાંધો નથી મારો વિરોધ ગેનીબેન ઠાકોર સામે છે. ગેનીબેન ઠાકોર જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે. મેં પક્ષમાં મારી વાત મૂકી છે તે બાદ જ યોગ્ય નિર્ણય લઇશ.