આંખે પાટા બાંધી મેળા બાબતે કોંગ્રેસનો વિરોધ
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજનારા શ્રાવણી મેળા બાબતે સુરક્ષા ના ભાગરૂૂપે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સોગંદનામુ રજૂ કરે તેવી લેખિત અરજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા સ્ટે-કમિટી દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી મેળો કરવા આયોજન કરેલ પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી ડેપો હોય બાજુમાં ખુબજ ટૂંકી જગ્યા હોય તેમાં મેળો કરવામાં આવે છે. તેમાં કોઈ પણ બનાવ બને કે કોઇપણ જાનહાની થાય લોકોને કોઈ નુકશાન થાય કે જાનહાની થાય તે માટે જવાબદાર કોણ ? કારણકે રાજકોટમાં ગેમઝોન જેવી ગંભીર ઘટના થયેલ તેમાં દોષનો ટોપલો અધિકારીઓ ઉપર નાખવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકા સતાધીશોની અન-આવડત ના કારણે લોકોને ભારે હાલાકી કરવી પડે છે. તળાવની નાની માછલીઓ ને મારીને મોટા મગર-મચ્છો ને બચાવી લેવામાં આવે છે. આથી સતાધીશો સ્ટે-કમિટી સોગંદનામું કે જાહેર કરે કે મેળામાં કોઈ પણ બનાવ બને, કોઈ જાનહાની થાય તે માટે જવાબદાર કોણ તેનું સોગંદનામું જાહેર કરે. તેવી માંગણી કરવામાં આવી છે.