For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એપ્રિલમાં પોરબંદરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન

01:50 PM Dec 27, 2024 IST | Bhumika
એપ્રિલમાં પોરબંદરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન

તાજેતરમા મળેલી કોંગ્રેસ વર્કીગ કમિટિની બેઠકમા નકકી થયા મુજબ આગામી 26 જાન્યુઆરી 2025 થી કોંગ્રેસ સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા કાઢશે તથા આગામી એપ્રિલ માસમા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરમા કોંગ્રેસનુ અધિવેશન યોજવામા આવશે.

Advertisement

કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા કાઢશે. CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે માનીએ છીએ કે ભારત જોડો યાત્રા એ કોંગ્રેસને સંજીવની આપી હતી અને તે કોંગ્રેસનીરાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો.જયરામ રમેશે કહ્યું કે, અમે ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢી હતી. હવે 26 જાન્યુઆરી, 2025થી અમે એક વર્ષ સુધી ચાલનારી સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા શરૂૂ કરીશું.

જયરામ રમેશે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આપણે મહાત્મા ગાંધીના બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. ફેબ્રુઆરી અને નવેમ્બર 2025 વચ્ચે કોઈ બેઠક નહીં થાય, આ પાર્ટી સંગઠનનું વર્ષ છે. આવતીકાલે જય બાપુ જય ભીમ જય સંવિધાન સંમેલન શરૂૂ થશે તો તે આવતા વર્ષ સુધી ચાલુ રહેશે. જયરામ રમેશે વધુમાં કહ્યું કે અમે એપ્રિલમાં ગુજરાતમાં અઈંઈઈ કાર્યક્રમનું આયોજન કરીશું.

Advertisement

કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ પુનરોચ્ચાર કરવામાં આવી હતી. આ સાથે વહેલામાં વહેલી તકે સામાજિક-આર્થિક જાતિની વસ્તી ગણતરીની માંગણી કરતી દરખાસ્ત પણ કરવામાં આવી હતી. CWCએ વધતી કિંમતો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ બજેટમાં ગરીબોને આર્થિક મદદ કરવા અને મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહત આપવા સરકારને વિનંતી કરી હતી.

CWCએ બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પરના હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું કે, બેલાગવીમાં આયોજિત વિસ્તૃત CWCની નવ સત્યાગ્રહ બેઠકમાં અમારો નવો ઠરાવ - અમે બંધારણની રક્ષા માટે સંગઠિત, સંકલ્પબદ્ધ અને સમર્પિત છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement