ખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદ
માં ખોડલને શીશ નમાવી પૂજન-અર્ચન કરતા પ્રભારી, પ્રમુખ અને કાર્યકરો : લોકહિતની લડતનો સંકલ્પ
ગુજરાતમા આગામી સ્થાનિક ચુંટણીના પ્રચાર - પ્રસારનો ખોડલધામમા ધ્વજા ચડાવી અને કોંગ્રેસ દ્વારા શંખનાદ કરવામા આવ્યો છે ગુજરાત પ્રભારી , પ્રમુખ અને કાર્યકરોએ માં ખોડલને શીશ ઝુકાવી અને લોકહિત માટે લડત આપવા સંકલ્પ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને CLP નેતા ડો. તુષાર ચૌધરી આજે ખોડલધામ ખાતે પહોંચી માં ખોડલના ચરણોમાં શિષ નમાવી દર્શન કર્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત ચાવડાએ જણાવ્યું કે માં ખોડલના ચરણોમાં શિષ નમાવીને અમે ગુજરાતની જનતાના હક અને અધિકાર માટે જે સંઘર્ષ કરી રહ્યા છીએ, તેમાં મા ખોડલ અમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. ગુજરાતની પ્રગતિ, સમરસતા અને સમૃદ્ધિ માટે માં ખોડલના આશીર્વાદ સૌને મળે તે માટે શુભેચ્છા પાઠવી છે.
સવિશેષ આભાર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ તથા અન્ય તમામ ટ્રસ્ટીઓને, જેઓએ ઉમળકાભેર સ્વાગત કરી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ તથા સમાજસેવાના કાર્યો વિશે વિગતવાર માહિતી આપી.
કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ માં ખોડલના આશીર્વાદ લઈને રાજ્યમાં ન્યાય, સમાનતા અને લોકહિત માટે અવિરત લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
