For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં કાલે કોંગ્રેસની ન્યાયયાત્રા, ઢેબર ચોકમાં સંવેદના સભા

04:22 PM Aug 10, 2024 IST | Bhumika
રાજકોટમાં કાલે કોંગ્રેસની ન્યાયયાત્રા  ઢેબર ચોકમાં સંવેદના સભા
Advertisement

સાંજે પાંચ વાગ્યે સંવેદના સભામાં શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ કરશે સંબોઘન, સ્થાનિક નેતાઓને જવાબદારી

બપોરે ત્રણ વાગ્યે મોરબી રોડથી ગ્રીનલેન્ડ ચોકડી- કુવાડવા રોડ-હોસ્પિટલ ચોક થઇ ઢેબર ચોક પહોંચશે

Advertisement

ગુજરાત કોંગે્રસ દ્વારા ગઇકાલે મોરબીથી શરૂ કરવામાં આવેલી ન્યાયયાત્રા આવતીકાલે રવિવારે રાજકોટ આવી પહોંચીનાર છે. ત્યારે આવતીકાલે સાંજે ત્રિકોણબાગ ચોક ખાતે કોંગે્રસ દ્વારા સંવેદનાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગઇકાલે આ ન્યાયયાત્રાનું મોરબીથી પ્રસ્થાન થયા બાદ ટંકારા ખાતે ગતરાત્રે રોકાણ કર્યુ હતું. જયારે આજે રાત્રે રતનપર ખાતે રોકાણ કર્યા બાદ આવતીકાલે રવિવારે બપોરે 3 કલાકે રાજકોટ આવી પહોંચશે. કોંગેસની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ ગુજરાતમાં ન્યાય યાત્રા ગુજરાતમાં મોરબીથી લઇને રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના નો પુનરાવર્તન ન થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત ન્યાય યાત્રા તારીખ 9 થી મોરબીથી શરૂ થતી ન્યાય યાત્રા ગાંધીનગર સુધી આયોજિત કરવામાં આવી છે તારીખ 11/8 અને 12/8 રાજકોટ શહેરમાં પદયાત્રા અને ન્યાય યાત્રા કરશે તારીખ 11 ના રોજ રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રેસ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને સાંજે 5:00 કલાકે રાજકોટના ઐતિહાસિક ઢેબર ચોક ખાતે સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ - 11/8, રવિવારે, બપોરના 3 કલાક કે ન્યાય યાત્રાનું આગમન રાજકોટ ના મોરબી રોડ જકાતનાકા થી ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, રણછોડદાસ બાપુના આશ્રમ થઈ પારેવડી ચોક થી હોસ્પિટલ ચોક, ત્રીકોણ બાગ અને ઢેબરચોકમાં સાંજે 5 કલાકે સંવેદના સભા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ સભાને સંબોધન કરશે. તારીખ - 12/8, સોમવારે, સવારે 9:00 કલાકે ન્યાય યાત્રા નાગર બોર્ડિંગ થી વિદ્યાનગર મેઇન રોડ કેનાલ રોડ જિલ્લા ગાર્ડન ચોક રામનાથ પરા પુલાવડ ચોક ભાવનગર રોડ થી સંત કબીર રોડ અમદાવાદ હાઈવે તરફ રવાના.

ભાજપના ભ્રષ્ટાચાર ના પાપે માસુમ બાળકો અને નિર્દોષ લોકો અગ્નિકાંડ મોરબી કાંડ વડોદરા હરણીકાંડ અને સુરતની તક્ષશિલા કાંડ જેવી માનવસર્જિત હોનારતોમાં હોમાઈ ગયા છે. ગુજરાતના એક એક નાગરિકને એનો હકક અને અધિકાર મળે સાચો ન્યાય મળે એ જ ગુજરાતની અસ્મિતા અને એ જ ગુજરાતનું ગૌરવ લોકશાહી ઢબે અવાજ ઉઠાવીએ અને ગુજરાતના યાત્રામાં આપણે સૌ સાથે મળી જોડાઈએ. રાજકોટ શહેર યાત્રાના ઇન્ચાર્જ પદે અશોકસિંહ વાઘેલા, ગોવિંદભાઈ સભાયા, ડી.પી મકવાણા, ગોપાલભાઈ અનડકટ, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, ઘનશ્યામસિંહ જાડેજા, ધરમભાઈ કાંબલીયા, યૂનુશભાઈ જુણેજા ની નિયુક્તિ કરવામાં આવી છે.

ન્યાયયાત્રા ઘટનાસ્થળે નહીં જાય, આગેવાનો પુષ્પાંજલિ કરશે
ટીઆરમપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા કોંગે્રસ ન્યાયયાત્રા કાઢી છે અને આવતીકાલે રવિવારે આ ન્યાયયાત્રા રાજકોટ આવી રહી છે. ત્યારે કેટલાક પીડિત પરિવારોએ કોંગે્રસ રાજકારણ કરી રહી હોવાનો આક્ષેપ કરી ન્યાયયાત્રામાં જોડાવાનો ઇન્કાર કર્યો છે. આ અંગે શહેર કોંગે્રસ પ્રમુખ અતુલ રાજાણીને પુછતા તેણે જણાવ્યુ હતું કે, પીડિત પરિવારોને સતાના જોરે ભાજપ દ્વારા દબાવવામાં આવી રહ્યા છે. અમે દરેક પીડિત પરિવારને નિર્ભય બની ન્યાયયાત્રામાં જોડાવા અપીલ કરી છે. આ ઉપરાંત આખી ન્યાયયાત્રા ટીઆરપી ગેમઝોનના સ્થળે લઇ જવાથી રૂટ ખૂબ લાંબો થઇ જતો હોય, મુખ્ય આગેવાનો જ ઘરના સ્થળે જઇ પુષ્પાંજલી અર્પણ કરશે. તેવો નિર્ણય લેવાયાનું રાજાણીએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement