ગુજરાતની ભાજપ સરકારમાં પોતાના જ નેતાઓ સુરક્ષિત નથી: કોંગ્રેસ
ગુજરાત વર્તમાન માહોલ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી રહ્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રવકત તુષિત પાણેરીએ કર્યો હતો.તુષિત પાણેરીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત ની ભાજપ સરકાર મા ભાજપ ના નેતાઓ જ સુરક્ષિત નથી જે બે બનાવ આજે જ સામે આવ્યા.
પ્રથમ બનાવ ની વાત કરું તો મીડિયા ના અહેવાલો મુજબ વડોદરા મા ભાજપ ના પુર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પરમાર ની સયાજી હોસ્પિટલ ખાતે પોલીસ ની હાજરી મા તલવાર ના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ બીજા બનાવ મા રાજકોટ મહાનગર પાલિકા ના ડે મેયર નરેન્દ્રસિંહ જાડેજા, એમના નાના ભાઈ રવિરાજ સિંહ જાડેજા અને તેમના જ પરિવાર ના અન્ય એક સભ્ય પર સન્ની પાજી ધાબા ના સંચાલક સન્ની પાજી સહિત ના અન્ય શખ્સો એ મધરાત્રે છરી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે જેમા રાજકોટ મનપા ના ડે મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના નાના ભાઈ ઘાયલ થયા તેમને અમદાવાદ ની ખાનગી હોસ્પિટલ મા દાખલ કરાયા હતાઆટલું ઓછું હોય તેમ ચાર પાંચ દિવસ પહેલા અમદાવાદ ના બોપલ મા સરખેજ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા વીરેન્દ્ર સિંહ પઢિયાર નામના પોલીસ કોન્સ્ટેબલ એ સરાજાહેર એક વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન ની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી ત્યારે આવા અમુક પોલીસ કર્મીઓ પણ હત્યારા બની જતા મને હવે પોલીસ ઉપર પણ ભરોસો રહ્યો નથી.